જામનગર : કાલાવડના નાના વડાળા ગામમાં રહેતા યુવાનને શેરબજારના ધંધામાં 28 લાખની ખોટ જતાં ભાગીદારની ધમકી

Updated: Aug 19th, 2024


Google NewsGoogle News
જામનગર : કાલાવડના નાના વડાળા ગામમાં રહેતા યુવાનને શેરબજારના ધંધામાં 28 લાખની ખોટ જતાં ભાગીદારની ધમકી 1 - image


Jamnagar Threat Case : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાના વડાળા ગામમાં રહેતા અને શેર બજારનું કામ કરતા ભરતભાઈ મનહરદાસ કાપડી નામના બાવીસ વર્ષના યુવાને પોતાને મોબાઈલ ફોનમાં પતાવી દેવાની ધમકી આપવા અંગે રાજકોટમાં રહેતા પોતાના ભાગીદાર મયુર ભાયાભાઈ ધ્રાંગીયા સામે ફરિયાદ નોંધાવી છે.

 પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી ભરતભાઈ તેમજ આરોપી મયુરભાઈ વગેરે ત્રણ મિત્રોએ શેરબજારમાં ભાગીદારીથી ધંધો કર્યો હતો. પરંતુ તાજેતરમાં શેર બજારમાં ખોટ ગઈ હતી અને ફરિયાદી ભરતભાઈ રૂપિયા 28 લાખની ખોટમાં હતા.

 દરમિયાન આરોપી ભાગીદાર મયુરભાઈએ તેને મોબાઈલ ફોનમાં જાનથી મારી નાખવાની ધમકી આપતાં સમગ્ર મામલો કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં લઈ જવાયો છે. અને પોતાના ભાગીદાર સામે ફરિયાદ નોંધાવાઈ છે.


Google NewsGoogle News