જામનગર : કાલાવડના ટોડા ગામની નદીમાં નાહવા પડેલા પરપ્રાંતિય શ્રમિક યુવાનનું ડૂબી જવાથી કરુણ મૃત્યુ

Updated: Oct 2nd, 2023


Google NewsGoogle News
જામનગર : કાલાવડના ટોડા ગામની નદીમાં નાહવા પડેલા પરપ્રાંતિય શ્રમિક યુવાનનું ડૂબી જવાથી કરુણ મૃત્યુ 1 - image

જામનગર,તા.02 ઓક્ટોબર 2023,સોમવાર

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ટોડા ગામમાં રહેતો શ્રમિક યુવાન નદીમાં નાહવા પડ્યા પછી ડૂબી જતાં તેંનું મૃત્યુ નિપજ્યું છે.

આ બનાવની વિગત એવી છે કે મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ કાલાવડ તાલુકાના ટોડા ગામના શૈલેષભાઈ નસિતની વાડીમાં રહીને મજૂરી કામ કરતો સુનિલ નંદાભાઈ મેડા નામનો 19 વર્ષનો આદિવાસી યુવાન, કે જે પોતાની વાડીની નજીક આવેલી નદીમાં નાહવા માટે પડ્યો હતો. દરમ્યાન નદીના ઉડા પાણીમાં ગરકાવ થઈ જતાં ડૂબી જવાના કરૂણ મૃત્યુ નીપજયું છે.

 આ બનાવને અંગે મૃતકના પિતા નંદાભાઈ કેશીયાભાઈએ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News