Get The App

જામનગર : જોડીયાના કોઠારીયા ગામ પાસે આવેલા ભાથીજી મહારાજના મંદિરમાં તસ્કરોનો હાથફેરો

Updated: Dec 20th, 2023


Google NewsGoogle News
જામનગર : જોડીયાના કોઠારીયા ગામ પાસે આવેલા ભાથીજી મહારાજના મંદિરમાં તસ્કરોનો હાથફેરો 1 - image

image : Freepik

- મંદિરમાં રહેલી દાનપેટીની રકમ તથા ચાંદીના આભૂષણો સહિત 96 હજારની માલ માતા ચોરી ગયાની પોલીસ ફરિયાદ

જામનગર,તા.20 ડિસેમ્બર 2023,બુધવાર

જામનગર શહેર અને જિલ્લામાં તસ્કર ટોળકી સક્રિય બની છે, અને શિયાળાના દિવસો દરમિયાન અનેક સ્થળે ચોરીઓ કરીને પોલીસ તંત્રને પડકાર ફેંકી રહ્યા છે. આવો જ એક કિસ્સો જોડિયા તાલુકાના કોઠારીયા ગામ પાસે બન્યો છે.

 જ્યાં આવેલા ભાથીજી મહારાજના મંદિરમાં ત્રાટક્યા હતા, અને દાનપેટીની રકમ તથા પાંચ નંગ ચાંદીના નાગ અને મૂર્તિ સહિત રૂપિયા 96,013 ની માલમતાની ચોરી કરી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે.

 આ બનાવ અંગેની વિગત એવી છે કે જોડિયા તાલુકાના કોઠારીયા ગામમાં રહીને ખેતી કામ કરતા તેમજ ભાથીજી મહારાજના મંદિરમાં સેવા પૂજા કરતા ધર્મેન્દ્રભાઈ વિનોદભાઈ રેશિયાએ જોડીયા પોલીસ મથકમાં ચોરી અંગેની ફરિયાદ નોંધાવી છે, અને કોઈ તસ્કરોએ રાત્રિ દરમિયાન ભાથીજી મહારાજના મંદિરના દરવાજાનું તાળું તોડી અંદર રાખેલા ચાંદીના નાગ તથા નાની મોટી મૂર્તિઓ વગેરે મળી રૂપિયા 91 હજારનાના આભૂષણોની ચોરી કરી હતી.

 જ્યારે મંદિરમાં રાખેલી દાનપેટીના પણ તાળા તોડી તેમાંથી રૂપિયા 5000 ના પરચુરણની ચોરી કરી લઈ ગયા હતા, જેથી કુલ 96,013 ની માલમતાની ચોરી અંગે જોડીયા પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ છે.

 જે ફરિયાદના અનુસંધાને જોડિયા પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી.એલ.ઝાલા તેમના સ્ટાફ સાથે કોઠારીયા ગામે પહોંચી ગયા હતા, અને તસ્કરોને પકડવા માટે કવાયત હાથ ધરી છે.


Google NewsGoogle News