જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપ. સોસાયટીના મહિલા ડિફોલ્ટર સભાસદને એક વર્ષની જેલ સજા

Updated: Jan 10th, 2024


Google NewsGoogle News
જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપ. સોસાયટીના મહિલા ડિફોલ્ટર સભાસદને એક વર્ષની જેલ સજા 1 - image

જામનગર,તા.10 જાન્યુઆરી 2024,બુધવાર

જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીના સભાસદ કુસુમબેન જગદીશભાઈ ભુવાએ સોસાયટીમાંથી લોન લીધેલ હતી. આ લોન ભરપાઈ કરવા  આરોપીએ  ચેક આપેલો હતો, અને  સોસાયટીએ ચેક બેંકમાં ડિપોઝીટ કરતા ચેક રીટર્ન થયો હતો.

જેથી સોસાયટીના વકીલ દ્વારા કાયદેસરની નોટીસ આપવામાં આવેલી, તેમ છત્તા સોસાયટીના ચેક મુજબની રકમનું લેણું ભરાયેલું ન હોય તેથી નેગોશીએબલ ઈન્સટ્રુમેન્ટ એક્ટ- 138 અન્વયે આરોપી વિરુધ કોર્ટ સમક્ષ ફરીયાદ દાખલ કરાઈ હતી. અને સમન્સ મળતા મહિલા આરોપી કોર્ટ સમક્ષ હાજર થયા હતા. 

આ કેસ ચાલી જતાં ફરીયાદી પક્ષના પુરાવાઓ અને સોસાયટીના વકીલની દલીલોને ધ્યાને લઈ આ કામના આરોપીને તકસીરવાન ઠરાવવામાં આવેલ હતા, અને આરોપીને 1 વર્ષની જેલની સજા, તેમજ વાદગ્રસ્ત ચેકની રકમ રૂ,3,00,119 નો દંડનો હુકમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે.


Google NewsGoogle News