જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓ. સોસાયટીના ડીફોલ્ટર સભાસદને 6 માસની જેલની સજા
Image Source: Freepik
જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીના સભાસદ વિઠલ રાણાભાઈ દોંગાએ સોસાયટીમાંથી લોન લીધેલી હતી. આ લોન ભરપાઈ કરવા આરોપીએ ચેક આપ્યો હતો. જે બેંકમાં જમા કરાવતાં નાણાંના અભાવે પાછો ફર્યો હતો. જેથી ડિફોલ્ટર સભાસદ સામે જામનગરની અદાલતમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરાવી હતી.
આ કેસ ચાલી જતાં ફરીયાદ પક્ષના પુરાવાઓ અને સોસાયટીના વકીલની દલીલોને ધ્યાને લઈને અદાલતે આરોપીને તકસીરવાન ઠરાવ્યો હતો, અને આરોપીને 6 માસની જેલની સજા તેમજ વાદગ્રસ્ત ચેકની રકમ રૂ 89,779નો દંડ ફટકર્યો છે.