Get The App

જામનગરમાં જી.જી.હોસ્પિટલ નાં નવજાત શિશુ વિભાગ માટે સુપર સ્પેશિયાલીટી ફેલોશિપ મંજૂર

Updated: Apr 30th, 2024


Google NewsGoogle News
જામનગરમાં જી.જી.હોસ્પિટલ નાં નવજાત શિશુ વિભાગ માટે સુપર સ્પેશિયાલીટી  ફેલોશિપ મંજૂર 1 - image


જામનગરની એમ.પી.શાહ મેડિકલ કોલેજમાં નવજાત શિશુ વિભાગ ને નેશનલ નીઓનાટોલોજી ફોરમ ઇન્ડિયા દ્વારા સુપર સ્પેશ્યલિટી- ફેલોશિપ કરવાની મંજૂરી પ્રાપ્ત થઈ છે. જે જામનગર માટે ગૌરવ ની બાબત છે.આથી જામનગરનાં બાળ દર્દીઓને વધુ ઉત્તમ સારવાર મળી શકશે.

જેના અંતર્ગત ખાસ બે ડોક્ટર માટે અને 4 નર્સ માટે ફેલોશિપ ખૂલી છે. સમગ્ર ગુજરાતની  મેડિકલ કોલેજમાં આવી ફેલોશિપ હાલ માત્ર જામનગરના ફાળે મળી છે. 

એમ.પી.શાહ મેડિકલ કોલેજમા MBBSની 250 અને એમ .ડી. (પેડ) ) માટે 11 સીટ માટેના કોર્સ ચાલુ  જ છે. આ સુપરસ્પેશયાલિટી ફેલોશિપથી સંસ્થા વધુ સારી નવજાત શિશુ સંભાળ અને એ વિષય સંદર્ભે ઉત્કૃષ્ટ રિસર્ચ કરી શકશે. જેને થી જામનગર ની જી.જી.હોસ્પિટલ મા સારવાર માટે આવતા બાળ દર્દીઓને વધી ઉત્તમ સારવાર મળી રહેશે.

આ વિભાગનાં સિનિયર ડોક્ટરો મૌલિક શાહનાં જણાવ્યા મુજબ એન.એન.એફ.આઈ.એ ભારતમાં નવજાત બાળકો માટેનાં નિષ્ણાંતો ની સંસ્થા છે.જેઓ દ્વારા ફેલોશિપ મંજૂર કરવામાં આવે છે.  આ સંસ્થા નાં સભ્યો ની ટીમ ગત તાં.૧૦ માર્ચ નાં જામનગર ની હોસ્પિટલ અને મેડિકલ કોલેજ ની મુલાકાતે આવી હતી .અને રેકોર્ડ, બિલ્ડીંગ ,જરૂરી  સ્ટાફ વગેરે નું નિરીક્ષણ કર્યું હતું અને તમામ જરૂરી સુવિધા ઉપલબ્ધ હોવાનો અહેવાલ પછી જામનગર ને ફેલોશિપ મળી છે.બે ડોક્ટર અને ચાર નર્સે માટે ફેલોશિપ અન્વયે ભારતભર માંથી અરજી થઈ શકે છે.એમ બી બી એસ પછી એમ. ડી  અને  સુપર સ્પે.અને તેમાં પણ સુપર સ્પે.(પીડીયાટ્રિક) ની સ્પે.સેવા નો ભવિષ્યમાં લાભ મળતી થશે.



Google NewsGoogle News