જામનગરનાં એસ.ટી. ડીવીઝનના કર્મચારીને ચેક પરત ફરવાનાં કેસમાં છ માસની જેલ સજા
Image: Freepik
જામનગર નાં એસ.ટી વિભાગ ના કર્મચારી ને ચેક પરત ફરવા નાં કેસ મા અદાલતે છ માસ ની સજા નો હુકમ કર્યો છે.
જામનગર માં કાલાવડ નાકા બહાર એસ.ટી. ડીવીઝન વર્કશોપ માં નોકરી કરતા સોહિત નુરમામદ મલેક ને નાણાની જરૂરીયાત ઉપસ્થિત થતાં પોતાના મિત્ર કુલદિપસિંહ જાડેજા પાસે થી રૂા. ૨,૦૦,૦૦૦ ની રકમ સંબંધ દાવે હાથ ઉછીના મેળવી હતી. જે રકમ ની પરત ચુકવણી કરવા સોહિત મલેકે રૂ. બે લાખ ની રકમ નો ચેક આપ્યો હતો.જે ચેક પરત ફરતા કુલદીપસિંહ જાડેજા એ જામનગર કોર્ટમં સોહીત નુરમામદ મલેક વિરૂધ્ધ નેગોસીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ ફરીયાદ દાખલ કરી હતી. જે કેસ મા અદાલતે આરોપી સોહિત નુરમામદ મલેક ને છ માસ ની સજા તથા ચેક ની રકમ રૂા. બે લાખ નો દંડ તથા બે લાખ ફરીયાદી ને વળતર ચુકવવા હુકમ કરેલ છે. આ.કેસ મા ફરીયાદી કુલદિપસિંહ જાડેજા તરફે વકીલ તરીકે અશોક ગાંધી રોકાયા હતા.