વ્યાજખોરીનું દુષણ ડામી દેવાના ભાગ રૂપે જામનગર એસ.પી.નો દરેડ GIDCમાં લોક દરબાર યોજાયો

Updated: Jul 29th, 2024


Google NewsGoogle News
વ્યાજખોરીનું દુષણ ડામી દેવાના ભાગ રૂપે જામનગર એસ.પી.નો દરેડ GIDCમાં લોક દરબાર યોજાયો 1 - image


Jamnagar Police Lokdarbar : જામનગરના પંચકોષી બી-ડિવિઝન પોલીસ સ્ટેશન અને જી.આઈ.ડી.સી. પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસીએશન (દરેડ) દ્વારા તા.27.07.2024ના શનિવારે પ્લોટ નં.90, જી.આઈ.ડી.સી. એસોસીએશન ઓફીસમાં ગેરકાયદેસર વ્યાજ વસુલાત કરતા ઈસમો વિરૂધ્ધની ફરીયાદોના નિકાલ કરવાના ભાગરૂપે તથા પોલીસ વિભાગને લગત અન્ય પ્રશ્ન અંગે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના નેતૃત્વ હેઠળ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. 

વ્યાજખોરીનું દુષણ ડામી દેવાના ભાગ રૂપે જામનગર એસ.પી.નો દરેડ GIDCમાં લોક દરબાર યોજાયો 2 - image

આ લોકદરબારમાં જામનગર ગ્રામ્યના ડી.વાઈ.એસ.પી. રાજેન્દ્ર દેવધા તેમજ પંચકોષી બી. ડિવિઝન (દરેડ)ના પી.એસ.આઈ. સી.એમ.કાંટેલીયા હાજર રહ્યા હતા અને જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસીએશનના પ્રમુખ દિનેશભાઈ એમ.ડાંગરીયા તેમજ લઘુઉદ્યોગ ભારતી જામનગરના પ્રમુખ રાજેશભાઈ આર.ચોવટીયા અને અન્ય હોદેદારો તથા કારોબારી સભ્યો અને બહોળી સંખ્યામાં ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ દ્વારા વ્યાજ વસુલાત અને અન્ય અસામાજીક તત્વો દ્વારા કોઈપણ રીતે હેરાનગતિ થતી હોય તો તાત્કાલીક પોલીસ સ્ટેશનમાં શેહ શરમ રાખ્યા વિના જાણ કરવા અપીલ કરી હતી, અને તેની ઉપર કડક કાર્યવાહી કરી વ્યાજખોરોના ચુંગાલમાંથી મુકત કરવાની ખાતરી આપી હતી.


Google NewsGoogle News