જામનગરમાં સિક્યુરિટી ગાર્ડ માટે વરસાદી પાણી બન્યા કાળ, થાંભલામાંથી વીજ કરંટ લાગતા મૃત્યુ

Updated: Sep 2nd, 2024


Google NewsGoogle News
જામનગરમાં સિક્યુરિટી ગાર્ડ માટે વરસાદી પાણી બન્યા કાળ, થાંભલામાંથી વીજ કરંટ લાગતા મૃત્યુ 1 - image


Jamnagar News : જામનગરમાં લાલવાડી વિસ્તારમાં રહેતા અને જી.જી. હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા એક યુવાનને પોતાના ઘર પાસે પાણી ભરાયા હોવાથી વરસાદી સિઝનમાં વિજ થાંભલાને અડી જવાથી વિજ આંચકો લાગ્યો હોવાથી તેનું મૃત્યુ નીપજ્યું છે.

 આ બનાવની વિગત એવી છે કે જામનગરના લાલવાડી વિસ્તારમાં શાંતિ વિલા સોસાયટી શેરી નંબર-1માં રહેતા અને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા કનકસિંહ રવુભા જાડેજા (ઉંમર વરસ 48) કે તેઓ ગત 28મી તારીખે વરસાદ ચાલુ હોવાથી પોતાના ઘર પાસે પાણી ભરાયા હતા, ત્યાંથી પગપાળા ચાલીને પાણીમાંથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન એક થાંભલાને અડી જતા તેને વિજ આંચકો લાગ્યો હતો અને બેશુદ્ધ બન્યા હતા. 

આ બનાવ પછી તેના પરિવારજનોએ તાત્કાલિક અસરથી સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પહોંચાડયા હતા, પરંતુ ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.

 આ બનાવ અંગે મૃતકના સંબંધી મયુરસિંહ પ્રવીણસિંહ જાડેજાએ પોલીસને જાણ કરતાં સીટી એ. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ બનાવના સ્થળે તેમજ જીજી હોસ્પિટલે દોડી ગયા હતા અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News