જામનગરમાં RTOનું તંત્ર સતત બીજા દિવસે પણ એક્શન મોડમાં : સ્કૂલવાન અંગે સઘન ચેકીંગ, 20 વાહનચાલકો દંડાયા

Updated: Jun 14th, 2024


Google NewsGoogle News
જામનગરમાં RTOનું તંત્ર સતત બીજા દિવસે પણ એક્શન મોડમાં  : સ્કૂલવાન અંગે સઘન ચેકીંગ, 20 વાહનચાલકો દંડાયા 1 - image


Jamnagar RTO Cheacking : રાજ્ય સહિત જામનગર જિલ્લામાં ગઈકાલથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી બની રહેલી આકસ્મિક ઘટનાઓને લઈ જામનગર જિલ્લા આરટીઓ કચેરી દ્વારા શાળાના વિદ્યાર્થીઓના પરિવહન અર્થે વપરાતાં વાહનોનું સતત બીજા દિવસે પણ સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતું.

રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્યની તમામ શાળાઓના ફાયર સેફટીની સુવિધા મામલે લાલ આંખ કરતાંસત્રના પ્રારંભ પૂર્વે જ વહિવટી તંત્ર દ્વારા જિલ્લાની તમામ શાળાઓ અને ટ્યુશન કલાસિસમાં ફરજીયાત ફાયર સુવિધા ઉપલબ્ધ કરાવવાના આદેશ કરાયા હતાં. 

ત્યાર બાદ વાહન વ્યવહાર કમિશ્ર્નરની કચેરી દ્વારા સ્કૂલના બાળકોને લાવવા લઈ જવાના પરિવહનમાં માર્ગ સલામતી સુનિશ્ર્ચિત કરવા પરિપત્ર બહાર પાડી  તમામ જિલ્લાઓના આર.ટી.ઓ. ને કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ જે અંતર્ગત જામનગરના આર.ટી.ઓ. અધિકારી કે.કે.ઉપાધ્યાય અને તેમની ટિમ દ્વારા જામનગર શહેરમાં આજે સતત બીજા દિવસે પણ અનેક સ્કુલોના દ્વારે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, અને સ્કૂલવેન રીક્ષા સહિતના વાહનોની તપાસણી કરવામાં આવી હતી. જે પૈકી 20 જેટલા વાહન ચાલકો સામે ક્ષતી માલુમ પડી હતી, અને તેઓ સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવી છે. આરટીઓના તંત્ર દ્વારા આ ઝુંબેશ અવિરત ચાલુ રખાઇ છે.


Google NewsGoogle News