જામનગરના બેડી વિસ્તારમાં જુગાર અંગે દરોડો: ત્રણ પત્તા પ્રેમી પકડાયા

Updated: May 20th, 2024


Google NewsGoogle News
જામનગરના બેડી વિસ્તારમાં જુગાર અંગે દરોડો: ત્રણ પત્તા પ્રેમી પકડાયા 1 - image


જામનગરના બેડી વિસ્તારમાં ગઇ રાત્રે પોલીસે જુગાર અંગે દરોડો પાડયો હતો, અને જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા ત્રણ પત્તા પ્રેમીઓની અટકાયત કરાઈ છે.

જામનગરના બેડી વિસ્તારમાં ગુલામે સબીર ચોકમાંથી જાહેરમાં ગંજી પાના વડે જુગાર રમી રહેલા શબ્બીર જાકુ સુમારીયા, રમઝાન હનીફભાઈ ઝેડા, તેમજ ગુલામ અબાસભાઈ ચમડિયા નામના ત્રણ શખ્સોની બેડી મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફે અટકાયત કરી લીધી છે, અને તેઓ પાસેથી રૂપિયા ૧,૮૮૦ ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.


Google NewsGoogle News