જામનગરમાં સિક્કાના પરિવારની વિખૂટી પડેલી બાળકીનું પરિવાર સાથે મિલન કરાવતી જામનગર પોલીસ

Updated: Feb 10th, 2024


Google NewsGoogle News
જામનગરમાં સિક્કાના પરિવારની વિખૂટી પડેલી બાળકીનું પરિવાર સાથે મિલન કરાવતી જામનગર પોલીસ 1 - image

જામનગર,તા.10 ફેબ્રુઆરી 2024,શનિવાર

જામનગર જીલ્લાના સિક્કા ગામ થી જામનગર શહેરના બર્ધન ચોક વિસ્તારમાં ખરીદી કરવા આવેલા માતા કાકા તથા નાની સાથે ખરીદી કરતી વખતે માત્ર 3 વર્ષ ની 'ઇસા' નામની બાળકી પરિવાર થી વિખૂટી પડી ગઇ હતી. 

દરમિયાન બર્ધન ચોક વિસ્તારમાં એક દુકાનમાં કામ કરતા એજાજ સુમરાને એકલી મળી આવી હતી. જેથી એજાજ સુમરા દ્વારા સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશને રૂબરૂ જઇને સંપર્ક કર્યો હતો. ત્યારબાદ, ગણતરીના કલાકોમાં જ જામનગર સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઇ. એન.એ.ચાવડાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ અને સી-ટીમ દ્વારા પરિવારને સોધી કાઢીને વિખૂટી પડેલી બાળકી 'ઇસા' ને તેના પરિવાર સાથે મિલન કરાવીને સિટી-એ ડિવિઝન પોલીસે સરાહનિય કામગીરી કરી હતી.


Google NewsGoogle News