જામનગરમાં દિગવિજય પ્લોટ તેમજ ઓસવાળ સર્કલ વિસ્તારમાં વરલીના જુગાર અંગે બે સ્થળે દરોડા

Updated: Feb 15th, 2024


Google NewsGoogle News
જામનગરમાં દિગવિજય પ્લોટ તેમજ ઓસવાળ સર્કલ વિસ્તારમાં વરલીના જુગાર અંગે બે સ્થળે દરોડા 1 - image

image : Freepik

જામનગર,તા.15 ફેબ્રુઆરી 2024,ગુરૂવાર

જામનગર શહેરમાં પોલીસે જુગાર અંગે બે સ્થળે દરોડા પાડ્યા છે, અને જાહેરમાં વરલી મટકાના આંકડા લખી રહેલા બે શખ્સોની અટકાયત કરી લેવાઇ છે.

 જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે દિગવિજય પ્લોટ શેરી નંબર 58 માં દરોડો પાડી જાહેરમાં વરલી મટકાના આંકડા લખી રહેલા શંભુગર કલ્યાણગર ગોસ્વામીની અટકાયત કરી લઈ તેની પાસેથી વરલી મટકાનો સામાન કબ્જે કર્યો છે.

 આ ઉપરાંત ઓશવાળ સર્કલ પાસેથી સિટી એ. ડિવિઝનના પોલિસ સ્ટાફે દિપક શામજીભાઈ ભદ્રા નામના શખ્સને જાહેરમાં વરલી મટકાના આંકડા લખવા અંગે ઝડપી લીધો છે, અને વરલી મટકાનો સામાન કબજે કર્યો છે.


Google NewsGoogle News