જામનગરના પોલીસ હેડક્વાર્ટરમાં સિટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનની ટિમ દ્વાર રક્તદાન કેમ્પ યોજાયો

Updated: Nov 6th, 2023


Google NewsGoogle News
જામનગરના પોલીસ હેડક્વાર્ટરમાં સિટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનની ટિમ દ્વાર રક્તદાન કેમ્પ યોજાયો 1 - image


- થેલેસેમીયાગ્રસ્ત બાળકો માટે રક્તદાન કરી સુરક્ષાકર્મીઓ બન્યા 'રક્ષક'

જામનગર,તા.06 નવેમ્બર 2023,સોમવાર

જામનગરમાં સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સિટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનની ટિમ દ્વારા થેલેસેમીયાગ્રસ્ત બાળકો માટે પોલીસ હેડક્વાર્ટરમાં રક્તદાન કેમ્પ યોજાયો હતો. જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલૂની ઉપસ્થિતિમાં યોજાયેલા આ રક્તદાન કેમ્પમાં ડી.વાય.એસ.પી. સહિતનાં પોલીસકર્મીઓ સહિત કુલ 104 સુરક્ષાકર્મીઓએ રક્તદાન કરી ખરા અર્થમાં 'રક્ષક' તરીકે યોગદાન આપ્યું હતું. 

જામનગર શહેરમાં વસવાટ કરતા થેલેસેમિયાગ્રસ્ત બાળકોની રક્તની જરૂરિયાતને પૂરી પાડવાના આશયથી જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.પી.ઝાલાના માર્ગદર્શન હેઠળ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત જામનગરના પોલીસ હેડ ક્વાર્ટરમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું . 

જામનગરના પોલીસ હેડક્વાર્ટરમાં સિટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનની ટિમ દ્વાર રક્તદાન કેમ્પ યોજાયો 2 - image

જામનગરના એસ.પી. પ્રેમસુખ ડેલૂની ઉપસ્થિતિમાં આ રક્તદાન કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો, જ્યારે પોલીસ હેડ ક્વાર્ટરના ડીવાયએસપી મહેન્દ્ર સિંહ સોલંકી સહિત 104 સુરક્ષા કર્મીઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. અને ખરા અર્થમાં રક્ષક તરીકેની ભૂમિકા અદા કરી હતી, જે તમામને જિલ્લા પોલીસવડા દ્વારા પ્રોત્સાહિત કરાયા હતા, અને શુભકામનાઓ પાઠવી હતી.

સીટી બી. ડિવિઝનના પી.આઇ. એચ.પી.ઝાલા ઉપરાંત પી.એસ.આઇ. એ.બી.વણકર, પીએસઆઇ એ.બી.વડાવીયા, એ.એસ.આઈ. રઘુવીસિંહ પરમાર તેમજ સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના પોલીસ કર્મીઓ, એલ.આઈ.બી. શાખાના દેવસુરભાઈ સાગઠીયા સહિતની ટીમ દ્વારા સમગ્ર કેમ્પની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં એકત્ર કરાયેલું રક્ત જામનગરના થેલેસેમિયાગ્રસ્ત બાળકોની મદદ માટે પહોંચાડવામાં આવ્યું છે.

જામનગરના પોલીસ હેડક્વાર્ટરમાં સિટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનની ટિમ દ્વાર રક્તદાન કેમ્પ યોજાયો 3 - image

જામનગર જિલ્લાના એસ.પી. પ્રેમસૂખ ડેલુ દ્વારા જામનગરના પોલીસ બેડામાં સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સમયાંતરે જુદા જુદા પોલીસ ડિવિઝન દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવશે, અને તેમાં એકત્ર થયેલું રક્ત જામનગરના થેલેસેમિયાગ્રસ્ત બાળકોને પૂરું પાડવામાં આવશે, તેવી આ તકે વિશેષથી જાહેરાત પણ કરાઈ હતી.


Google NewsGoogle News