Get The App

જામનગરમાં 31 ડિસેમ્બર નજીક આવતાં દારૂના ધંધાર્થીઓમાં સળવળાટ પછી પોલીસ તંત્ર એલર્ટ બન્યું : 3 બુટલેગરોની અટકાયત

Updated: Dec 12th, 2023


Google NewsGoogle News


જામનગરમાં 31 ડિસેમ્બર નજીક આવતાં દારૂના ધંધાર્થીઓમાં સળવળાટ પછી પોલીસ તંત્ર એલર્ટ બન્યું : 3 બુટલેગરોની અટકાયત 1 - imageimage : Freepik

- જામનગર શહેર-સરમત અને જોડીયામાં પોલીસે દારૂ અંગે ત્રણ સ્થળે દરોડા પાડયા: ત્રણ બુટલેગરોની અટકાયત

જામનગર,તા.12 ડિસેમ્બર 2023,મંગળવાર

જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં કેટલાક દારૂના ધંધાર્થીઓ 31મી ડિસેમ્બરની ઉજવણીના ભાગરૂપે દારૂ સંગ્રહ કરવા માટે સળવળાટ કરી રહ્યા છે, જેની સામે પોલીસ તંત્ર પણ એલર્ટ બન્યું છે, અને દારૂના ધંધાર્થીઓને જાહેર કરવા માટેના દરોડા પાડવાનું શરૂ કરી દીધું છે. ગઈ રાત્રે પોલીસે જામનગર શહેર- સરમત અને જોડીયામાં ત્રણ સ્થળે દરોડા પાડી ઇંગ્લિશ દારૂની બાટલી અને કાર સાથે ત્રણ શખ્સોને અટકાયતમાં લઈ લીધા છે.

 જામનગરના હરિયા સ્કૂલ વિસ્તારમાં પ્રથમ દરોડો પાડયો હતો. જ્યાંથી એક કારમાં લઈ જવાતો 51 નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો અને કાર સહિતની સામગ્રી કબજે કરી લઈ કારના ચાલાક ગોકુલ નગરમાં રહેતા પરબત રાજાભાઈ કછેટીયાની પોલીસે અટકાયત કરી લીધી છે.

 દારૂ અંગેનો બીજો દરોડો જામનગર નજીક સરમત ગામ પાસે પાડવામાં આવ્યો હતો. જયાંથી ઇંગ્લિશ દારૂ સાથે પસાર થઈ રહેલા જયેન્દ્રસિંહ ઉર્ફે કપૂડો ગુમાનસિંહ ચુડાસમાની અટકાયત કરી લઈ તેની પાસેથી ચાર નંગ ઈંગ્લીશ દારૂની બાટલીનો જથ્થો કબજે કર્યો છે.

 ઇંગ્લિશ દારૂ અંગેનો ત્રીજો દરોડો જોડિયા તાલુકાના તારાણાં ગામ વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો. ત્યાંથી ઇકો કારમાં દારૂની હેરાફેરી કરી રહેલા મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ જોડીયા પંથકમાં મજૂરી કામ અર્થે આવેલા રાજુ રતુભાઈ દેવરકીયા નામના પરપ્રાંતિય શખ્સની અટકાયત કરી લઈ તેની કારમાંથી 74 નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો અને કાર વગેરે કબજે કરી લીધા છે.


Google NewsGoogle News