જામનગરમાં પોલીસે મિશન મુસ્કાન અંતર્ગત 6 વર્ષના બાળકને શોધી કાઢ્યો

Updated: Aug 5th, 2024


Google NewsGoogle News
જામનગરમાં પોલીસે મિશન મુસ્કાન અંતર્ગત 6 વર્ષના બાળકને શોધી કાઢ્યો 1 - image


Mission Muskan: જામનગર શહેરમાં મિશન મુસ્કાન અંતર્ગત સીટી એ. ડિવિઝન પોલીસે ગુમ થયેલા ૬ વર્ષના બાળકને ગણતરીના કલાકમાં શોધી કાઢીને પરિવારને સોંપી દીધો હતો.

જામનગર શહેરના બાઈની વાડી ચુનાનો ભઠ્ઠામાં રહેતા રાજુભાઈ મેઘજીભાઈ ગંઢા નામના યુવકનો 6 વર્ષનો પુત્ર માનવ ગત તા. 3ના રોજ સાંજના સમયે એકાએક ગુમ થઈ જતાં તેની શોધખોળ કરતાં તે મળી ન આવતાં સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી. 

પીઆઈ નિકુંજસિંહ ચાવડાના માર્ગદર્શન હેઠળ ખંભાળીયા ગેઇટ પોલીસ ચોકીના પીએસઆઈ ટી.ડી.બુડાસણા સહિતના સ્ટાફે મિશન મુસ્કાન અંતર્ગત કામગીરી હાથ ધરી હતી અને વિસ્તારમાં પેટ્રોલીંગ કરી કમાન્ડ કંટ્રોલના સી.સી.ટી.વી. કેમેરા તથા હ્યુમન રીસોર્સના આધારે ગુમ થયેલા 6 વર્ષના બાળકને કલાકોમાં જ શોધી કાઢીને પરિવારને સોંપી દીધો હતો.


Google NewsGoogle News