Get The App

જામનગર જિલ્લાના વર્ષ 2023-24માં રાષ્ટ્રીય કક્ષાએ વિજેતા થયેલા અથવા ભાગ લીધેલા ખેલાડીઓનું પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સન્માન કરાશે

Updated: Jan 11th, 2024


Google NewsGoogle News
જામનગર જિલ્લાના વર્ષ 2023-24માં રાષ્ટ્રીય કક્ષાએ વિજેતા થયેલા અથવા ભાગ લીધેલા ખેલાડીઓનું પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સન્માન કરાશે 1 - image

image : Freepik

- ખેલાડીઓએ તા.18 જાન્યુઆરી સુધી જિલ્લા રમત ગમત અધિકારીની કચેરીએ અરજી કરવાની રહેશે

જામનગર,તા.11 જાન્યુઆરી 2024,ગુરૂવાર

આગામી 26મી જાન્યુઆરી, પ્રજાસત્તાક પર્વની જીલ્લા કક્ષાની ઉજવણી જોડીયા ખાતે કરવામાં આવશે. જે ઉજવણી અંતર્ગત વિવિધ રમત ક્ષેત્રે સિદ્ધી મેળવેલ ખેલાડીઓનાં સન્માન કરવાના હોવાથી વર્ષ 2023-24 માં કોઇ ખેલાડીઓએ રાષ્ટ્રીય કક્ષાએ વિજેતા થયેલ હોઇ અથવા ભાગ લીધેલ હોઇ તેવાં ખેલાડીઓની યાદી તા.18/01/2024 સુધીમાં જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી ખાતે પ્રમાણપત્રોની નકલ સાથે લેખીત અરજી કરી કચેરી સમય દરમીયાન મોકલી આપવાની રહેશે.

સમય મર્યાદા બહાર આવેલ કોઇપણ ખેલાડીનું નામ કે યાદી સ્વીકારવામાં આવશે નહીં. રાષ્ટ્રીયકક્ષાએ વિજેતા થયેલ અને ભાગ લીધેલ ખેલાડીઓની જ યાદી મોકલવાની રહેશે. સિદ્ધીઓને ધ્યાનમાં રાખીને પસંદગી સમિત્તી દ્વારા સન્માન થનાર ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે.તેમ જિલ્લા રમત ગમત અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.



Google NewsGoogle News