જામનગર: માતાજીઓ તથા ગઢવી સમાજ માટે અપમાનજનક નિવેદનનાં પ્રકરણમાં આવેદન
- જામનગરમાં ગઢવી સમાજ દ્વારા પોલીસવડાને આક્રોષપૂર્ણ રજૂઆત
જામનગર, તા. 18 ફેબ્રુઆરી 2024, રવિવાર
તાજેતરમાં ભાવનગરનાં તળાજામાં આયોજીત સમૂહ લગ્નમાં ગીગા ભમ્મર નામનાં વ્યક્તિ દ્વારા પૂ. માતાજીઓ તથા ચારણ ગઢવી સમાજ વિરૂદ્ધ અપમાનજનક નિવેદન કરવામાં આવતા સમગ્ર દેશનાં ગઢવી સમાજમાં આક્રોશ વ્યાપી ગયો છે. જામનગરમાં પણ ગઢવી સમાજનાં અગ્રણીઓ દ્વારા વિવાદિત નિવેદન કરનાર ગીગા ભમ્મર વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી કરી ધરપકડ કરવાની માંગ સાથે જિલ્લા પોલીસવડાને આક્રોષપૂર્ણ આવેદન પાઠવાયું હતું.