જામનગરની સંસ્થા આરોગ્ય ભારતી અને મહાનગરપાલિકા દ્વારા લાખોટા તળાવમાં સફાઈ અભિયાન હાથ ધરાયું
૩૫ જેટલા સભ્યોની ટીમ દ્વારા વહેલી સવારે લાખોટા તળાવમાંથી દોઢ ટન જેટલો કચરો બહાર કાઢી ડમ્પિંગ પોઇન્ટ માં મોકલાવાયો
જામનગર, તા. 18 જાન્યુઆરી 2024 ગુરૂવાર
જામનગર ની સંસ્થા આરોગ્ય ભારતી તેમજ જામનગર મહાનગરપાલિકા ના સહયોગથી આજે સવારે ૭.૩૦ વાગ્યાથી ૯.૦૦ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન લાખોટા તળાવ માં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
લાખોટા તળાવના બે નંબર ના ગ્રીત સામેના પાછળના રણમલ તળાવના ભાગમાં પાણી ઓછું થયું હોવાથી બહાર કચરો એકત્ર થયો હતો, જેને સાફ કરવા માટે સ્વચ્છતા અભિયાન હાથ કરવામાં આવ્યું હતું. જેવા આરોગ્ય ભારતી સંસ્થાના ૨૦ સભ્યો, જ્યારે જામનગર મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ શાખાના અધિકારી રાજભા જાડેજા ની આગેવાનીમાં ૧૫ સફાઈ કામદારો દ્વારા સફાઈ અભિયાન હાથ ઉતરવામાં આવ્યું હતું.
જે અંતર્ગત લાખોટા તળાવમાંથી દોઢ ટન જેટલો પ્લાસ્ટિક સહિતનો કચરો બહાર કાઢી લેવામાં આવ્યો હતો, અને ડમ્પિંગ પોઈન્ટ પણ પહોંચાડી દેવાયો છે.