જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૬ માં રોડ રસ્તા ના મામલે વિપક્ષના કોર્પોરેટર ની કમિશનરને રજૂઆત
જામનગરમાં વોર્ડ નંબર 6 માં છેલ્લા દોઢ વર્ષથી ભૂગર્ભ ગટરનું કામ ચાલે છે, જે પાઇપલાઇન નાખ્યા પછી સારી રીતે રોડ બુરવામાં આવ્યા નથી, અને અનેક સ્થળે ખાડા પડી જવાથી વરસાદી સીઝનમાં લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે. જે રોડ રસ્તા ફરીથી રીપેર થાય તેવી માંગણી સાથે મ્યુનિ. કમિશનરને વિરોધ પક્ષના કોર્પોરેટરે આવેદનપત્ર આપ્યું છે, અને ત્વરિત નિકાલ નહીં થાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ આપી છે.
વોર્ડ નંબર ૬ માં છેલ્લા દોઢ વર્ષથી ભૂગર્ભ ગટર નું કામ ચાલે છે, અને કોન્ટ્રાક્ટરો દ્વારા ખાડા કરવામાં આવ્યા પછી સીસી રોડ ફરીથી બનાવાતો નથી, અને માત્ર માટી મોરમ પાથરી દેવાના કારણે હાલ ચોમાસાની સિઝનમાં મોટા ગાબડા પડી ગયા છે, અને સ્થાનિક લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે.
એટલું જ માત્ર નહીં કોન્ટ્રાક્ટર દ્વારા પાછળથી માટી નાખીને ઢાંકપીછોડો કરવાનો પ્રયાસ કરતાં વરસાદી સીઝનમાં ગારાકિચડ પણ થઈ ગયા છે.
આ પ્રશ્નનો ત્વરિત નિકાલ નહીં થાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે, તેવી ચીમકી સ્થાનિક વિસ્તારના વિરોધ પક્ષના કોર્પોરેટર ફુરકાન શેખે મ્યુનિ. કમિશનરને આપી છે, અને કમિશનર સમક્ષ સ્થાનિક લોકોને લઈને ઉગ્ર રજૂઆત કરી છે.