જામનગરની મુસ્લિમ પરણીતાને દહેજ ભૂખ્યા સાસરિયાઓનો સીતમ: ઘરમાંથી હાંકી કાઢ્યાની ફરિયાદ
Dowry Case in Jamnagar : જામનગરમાં ચમન સોસાયટીમાં રહેતી એક મુસ્લિમ પરણીતાને તેણીના દહેજ ભૂખ્યા સાસરીયાઓએ ત્રાસ ગુજારી ઘરમાંથી હકી કાઢતાં મહિલા પોલીસ મથકમાં દહેજ ભૂખ્યા સાસરીયાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં ગુલાબ નગર વિસ્તારમાં રહેતી અને ચમન સોસાયટીમાં પરણાવેલી સાહિનબેન અસલમભાઈ ખફી નામની મુસ્લિમ પરણીતાને તેણીના પતિ, સાસુ અને જેઠ સહિતના સાસરીયાઓએ દહેજના કારણે મારકુટ કરી ત્રાસ ગુજારી, ઘરમાંથી હાંકી કાઢી હતી.
જેથી તેણીએ જામનગરના મહિલા પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો, અને પોતાના દહેજ ભૂખ્યા સાસરિયાઓ પતિ અસલમ મામદભાઈ ખફી, સાસુ હૂરબાઈ મામદભાઈ ખફી, જેઠ અકબર મહમદભાઈ ખફી અને હબીબ મામદભાઈ ખફી સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે દહેજ પ્રતિબંધક ધારા હેઠળ ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.