જામનગર મહાનગર પાલિકાની ફૂડ શાખા દ્વારા દિવાળીના તહેવારોને લઈને મીઠાઈ ફરસાણના વિક્રેતાઓને ત્યાં ચેકિંગ
Image Source: Freepik
જામનગર, તા. 05 નવેમ્બર 2023, રવિવાર
જામનગર મહાનગરપાલિકાના એફ.એસ.ઓ.દ્વારા દિવાળીના તહેવાર અનુલક્ષી ને અલગ-અલગ વિસ્તાર મા આવેલ કુલ 6 ફોર્મલ નમુના તથા 10 સર્વેલન્સ ખાદ્ય પદાર્થ ના નમુના લઈ પરીક્ષણ અર્થે ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી વડોદરા અને વિમટા લેબોરેટરી અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યા છે. જેનાપૃથ્થકરણ રીપોર્ટ આવી ગયા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે.
જેમાં પૂજા ટ્રેડીંગ કંપની માંથી મેંદો (વનરાજ બ્રાન્ડ ), રાજ્શક્તિ ડેરીમાંથી દૂધ (લુઝ),એન.કે.ટ્રેડર્સ સુજી (લીસા બ્રાન્ડ),વી.પી.બ્રધર્સ માથી બેસન (ઓસ્કાર બ્રાન્ડ ),શ્રી રાધિકા ડેરી માંથી મિક્સ દૂધ (લુઝ), સચિન ટ્રેડર્સ માંથી સુજી (એપલ બ્રાન્ડ )ના સેમ્પલ લેવાયા છે.
ઉપરાંત ચાંદી બજારમાં જામનગરી મુખવાસમાંથી જામ.સ્પે.મુખવાસ (લુઝ), પારસ જનરલ સ્ટોર્સ માંથી અખરોટ (લુઝ), સુચક સ્પાઇસીસ માંથી સેલમ હળદર (લુઝ), શ્રી રવરાઈ ડેરી માંથી મિક્સ દૂધ (લુઝ), અજવા ડેરી ઘી (લુઝ), કલ્યાણી ડેરી ફાર્મ ભેસ નું દૂધ(લુઝ), ગણેશ પ્રો.સ્ટોર્સ માંથી મરચું પાવડર (લુઝ), શિવલાલ જેરામ ધાણાવાલા સ્વીટ - સોલ્ટી માંથી મુખવાસ (લુઝ), મેવાવાલા બ્રધર્સ માંથી બદામ(લુઝ) અને હિન્દુસ્તાન ડેરી માંથી શુધ્ધ ઘી (લુઝ)ના સેમ્પલો લેવાય છે.
ઉપરાંત શહેર ના લગ અલગ વિસ્તાર મા ફૂડ સેફ્ટી ઓન વિલ (ટેસ્ટીંગ લેબોરેટરી) ને સાથે રાખી એફ.એસ.ઓ.દ્વારા દૂધ અને દૂધ ની બનાવટ અને મીઠાઇ/ફરસાણ તેમજ ફરસાણ મા વપરાતા ખાદ્ય તેલ અંગે સ્થળ પર ઈન્સ્પેકશન તેમજ લેબોરેટરી ટેસ્ટીંગ કરવામાં આવ્યા હતા. જેમાં કુલ ૪૦ નમુના ની સ્થળ પર ચકસણી કરવામાં આવી હતી, અને ટી.પી.સી. લેવલ ઉપર જણાતાં ૧૬ કિલો તેલનો નાશ કરવામાં આવ્યો હતો.
ઓસવાલ હોસ્પિટલ સામે આવેલ કિરીટ ફરસાણ અને રાજ નાસ્તા હાઉસ મા ચેકિંગ કરતાં 5 કિલો તેલ નો નાશ કરાયો હતો. તથા મુરલીધર હોટલ માંથી દૂધ અને પટેલ રજવાડી ચા માંથી દૂધ અને ફ્રુટ જામના સેમ્પલની ચકાસણી કરવામાં આવી હતી.
21 દિગ્વિજય પ્લોટ મા આવેલી અંબિકા ડેરી માંથી કાજુ કતરી ,સ્ટ્રોબેરી કતરી કાજુ અંજીર રોલ ,કેસર મલાઈ પૂરી , કાજુ કલકતા પાન.તેમજ અંબિકા ડેરી અને સ્વીટ માંથી મોતીચુર લાડુ , માવા જેલી બોન , અંજીર બરફી ના સેમ્પલ ની ચકાસણી કરવામાં આવી હતી.
24 દિગ્વિજય પ્લોટ મા આવેલી સદગુરુ ડેરી ફાર્મ માંથી ગુલકન કટોરી , એક્ઝોટીક સ્વીટ , કાજુ કતરી , કાજુ ના સેમ્પલ ની ચકાસણી કરવામાં આવી હતી.
ખંભાળિયા ગેઈટ પાસે આવલી સોમનાથ ડેરી માંથી માવા ચમચમ, એક્ઝોટીક સ્વીટ , ગુલાબ લાડુ તથા ચારણ ડેરી માંથી ભેસનું દૂધના સેમ્પલ ની ચકાસણી કરવામાં આવી હતી
ખંભાળિયા ગેઈટ પાસે આવેલા ચામુંડા નાસ્તા ભુવન મા ચેકિંગ કરવામાં આવ્યું હતું. હવાઈ ચોકમા ચેકિંગ દરમિયાન આશાપુરા નાસ્તા હાઉસ 3 કિલો, બજરંગ નાસ્તા ભુવનમા 5 કિલો, શિવ દાળ પકવાન મા 2 કિલો તેલનો નાશ કરાવાયો હતો.
સેતાવાડ મા આવલી જલારામ બેકર્સ અને નમકીન માંથી લાડુ અને પેંડા તથા દિનેશભાઈ બંગાળી મીઠાઇવાલા માંથી કાજુ કતરી, ગુલાબ રોલ, હીરાકરી, આમંડ રોઝ ગુલકંદ અને વ્યાસ એન્ડ વ્યાસ મીઠાઇવાલા માંથી કાજુ કતરીના સેમ્પલ ની ચકાસણી કરવામાં આવી હતી.
સેન્ટ્રલ બેંક પાસે આવેલી એચ.જે.વ્યાસ માંથી એપલ સેનેમીન, અંજીર બરફી, કોકોનટ, કાજુ કતરી તેમજ શીખંડ સમ્રાટમાંથી ડ્રાયફ્રુટ બાઇટ, કાજુ કતરી ,અને દીલીપ ડેરી માંથી મેંગો બરફી, પેંડા તથા નવલભાઈ મીઠાઇવાલા માંથી કાજુ અંજીર રોલ, અંજીર ટીકી, ગુલાબપાક, મેંગો રોલ અને ત્રવાડી મીઠાઇવાલા માંથી સુકો હલવો , ટોપરા પાકના સેમ્પલની ચકાસણી કરવામાં આવી હતી.