જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારના ખુલ્લા મેદાન- કોમન પ્લોટમાં સફાઈ કામગીરી હાથ ધરાઈ

Updated: Jun 9th, 2024


Google NewsGoogle News
જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારના ખુલ્લા મેદાન- કોમન પ્લોટમાં સફાઈ કામગીરી હાથ ધરાઈ 1 - image


Image Source: Freepik

જામનગર મહાનગર પાલિકા દ્વારા નિર્મલ ગુજરાત 2.0 અંતર્ગત ગઈકાલે શહેરી વિસ્તારના કોમન પ્લોટ, સોસાયટીના ખુલ્લા મેદાન તેમજ સલ્મ વિસ્તારોની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જામનગર મહાનગર પાલિકા દ્વારા "નિર્મળ ગુજરાત 2.0" કાર્યકમ અંતર્ગત ગઈકાલે શહેરી વિસ્તારના તમામ ખુલ્લા પ્લોટ, મેદાન, સોસાયટીના કોમન પ્લોટ તેમજ સલ્મ વિસ્તારો ની સફાઇ કામગીરી કરવામાં આવી હતી. 

આ કામગીમાં જામનગર મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ શાખા શાખાના કર્મચારીઓ, બહોળા પ્રમાણમાં સ્થાનિક લોકો તેમજ એન.જી.ઓ, વેપારી એસોસિએશન, વેગેરે શ્રમદાન માટે જોડાયા હતા અને શ્રમદાન કરવામાં આવ્યું હતું.

આ કાર્યકમ માં આશરે 280 સ્થાનિક લોકો અને 315 સફાઈ કર્મચારી દ્વારા આશરે 630 કલાક જેટલું શ્રમદાન આપવામાં આવ્યું હતું.


Google NewsGoogle News