જામનગર મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 12માં સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ
જામનગર,તા.9 ડિસેમ્બર 2022,શુક્રવાર
જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડી અને નાયબ કમિશનર ભાવેશ જાનીની સૂચના અનુસાર તેમજ સોલિડ વેસ્ટ વિભાગના કાર્યપાલક ઇજનેર મુકેશ વરણવાના માર્ગદર્શન મુજબ શહેરના તમામ વોર્ડમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે તથા સમગ્ર શહેરના તમામ વિસ્તારો સ્વચ્છ સુંદર દેખાય તે માટે મનપાની સોલિડ વેસ્ટ શાખા દ્વારા "વન ડે વન વોર્ડ" સફાઈ ઝુબેશનું આયોજન કરવામાં આવ્યું છે.
જે અંતર્ગત વોર્ડ નં. ૧૨ માં લીંડી બજાર, કાલાવડ નાકા મેઇન, રોડ ગુજરાતી વાડ, પટણીવાડ, ઘાચીની ખડકી, તથા એસટી ડિવિઝન વાળો મેન રોડ તેમજ નગરસીમ વિસ્તારોમાં સમૂહ સફાઈ તેમજ ડી.ડિ.ટી. પાવડર ડસ્ટિંગ કામગીરી કરવામાં આવી હતી, આ કામગીરીમાં ૧ જે.સી.બી, ૨ ટ્રેક્ટર અને ૨૦૨ જેટલા સફાઈ કર્મચારીઓ રોકાયા હતા. સમગ્ર શહેરમાં "વન ડે વનવોર્ડ" ની કામગીરીથી સમગ્ર શહેર સ્વચ્છ સુંદર રળિયામણું બની રહ્યું છે આ સમગ્ર કામગીરી માં સોલિડ વેસ્ટ વિભાગના કર્મચારીઓ ભારે જહમત ઉઠાવી રહ્યા છે.