જામનગરના સિક્કામાં રહેતા પરપ્રાંતીય યુવાનનો આર્થિક સંકળામણના કારણે ગળાફાંસા દ્વારા આપઘાત

Updated: Jan 4th, 2024


Google NewsGoogle News
જામનગરના સિક્કામાં રહેતા પરપ્રાંતીય યુવાનનો આર્થિક સંકળામણના કારણે ગળાફાંસા દ્વારા આપઘાત 1 - image

જામનગર,તા. 4 જાન્યુઆરી 2024,ગુરૂવાર

જામનગર તાલુકાના સિક્કામાં રહેતા પર પ્રાંતીય યુવાને પોતાની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે જિંદગીથી તંગ આવી જઇ ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. જે મામલે સિક્કા પોલીસ વધુ તપાસ ચલાવે છે.

 આ બનાવની વિગત એવી છે કે મૂળ પશ્ચિમ બંગાળના વતની અને હાલ જામનગર તાલુકાના સિક્કા ગામમાં શ્રીજી સોસાયટીમાં રહેતા અને નોકરી કરતા નારાયણચંદ્ર દેબેન્દ્રનાથ નામના 43 વર્ષના બંગાળી યુવાને પોતાની તંગ આર્થિક પરિસ્થિતિના કારણે તેમજ એકલવાયા જીવનના કારણે જિંદગીથી તંગ આવી જઇ ગળાફાંસા દ્વારા આપઘાત કરી લીધો હતો.

 આ બનાવ અંગે પોલીસને જાણ કરાતાં સિક્કાના એ.એસ.આઈ. આર.આર.કરંગીયા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે, અને આ બનાવની તપાસ શરૂ કરી છે.

 પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક યુવાન છેલ્લા કેટલાક સમયથી આર્થિક તંગી અનુભવી રહ્યો હતો, અને એકલવાયું જીવન જીવતો હતો. તેનાથી કંટાળી જઇ આ પગલું ભરી લીધાનુ પોલીસમાં જાહેર થયું છે.


Google NewsGoogle News