જામનગર : જામજોધપુરના સડોદર ગામની પરણીતાનો પુત્રી સાથે ઝઘડો થયા પછી મનદુઃખ થતા ઝેરી દવા પી લઈ આપઘાત

Updated: Dec 20th, 2023


Google NewsGoogle News
જામનગર : જામજોધપુરના સડોદર ગામની પરણીતાનો પુત્રી સાથે ઝઘડો થયા પછી મનદુઃખ થતા ઝેરી દવા પી લઈ આપઘાત 1 - image


- માતા-પુત્રી વચ્ચે ઘરકામ બાબતે બોલાચાલી થયા પછી માતાને મનમાં લાગી આવતાં ઝેર પી લઈ મોતની સોડ તાણી

જામનગર,તા.20 ડિસેમ્બર 2023,બુધવાર

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સડોદર ગામમાં રહેતી એક પરણીતાએ પોતાના ઘેર ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લીધી છે. પોતાની પુત્રી સાથે ઘર કામ કરવા બાબતે બોલા ચાલી થયા પછી મનમાં લાગી આવતાં માતાએ આપઘાત કરી લીધો છે.

 આ ચકચાર જનક બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના સડોદર ગામમાં રહેતા અને ખેતી કામ કરતા ભીખાભાઈ ભગવાનજીભાઈ માલવીયાની પત્ની કાજલબેન (ઉંમર વર્ષ 40)એ ગઈકાલે પોતાના ઘેર ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેણીને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જયાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. 

આ બનાવ અંગે મૃતકના પતિ ભીખાભાઈ ભગવાનજીભાઈ માલવીયાએ પોલીસને જાણ કરતાં શેઠવડાળા પોલીસ સ્ટેશનનો સ્ટાફ જામનગરની જી.જી. હોસ્પિટલમાં દોડી આવ્યો હતો, અને કાજલબેનના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

 પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક કાજલબેનને તેની પુત્રી સોનલ સાથે ઘર કામ કરવા બાબતે બોલાચાલી થઈ હતી. જેમાં માતાને માઠું લાગી આવ્યું હતું, અને ઝેર પી લીઇ મોતની સોડ તાણી હતી. સમગ્ર મામલે શેઠ વડાળા પોલીસની ટિમ વધુ તપાસ ચલાવે છે.


Google NewsGoogle News