જામનગર શહેરમાંથી ત્રણ મોબાઇલ ફોન અને એક બાઈકની ચોરીનો ભેદ ઉકેલતી એલસીબીની ટીમ , બે તસ્કરોની અટકાયત

Updated: Jul 9th, 2024


Google NewsGoogle News
જામનગર શહેરમાંથી ત્રણ મોબાઇલ ફોન અને એક બાઈકની ચોરીનો ભેદ ઉકેલતી એલસીબીની ટીમ , બે તસ્કરોની અટકાયત 1 - image

image : Freepik

Theft Case Jamnagar : જામનગર શહેરમાં જુદા જુદા વિસ્તારોમાંથી ત્રણ મોબાઇલ ફોનની ચોરી કરનાર એક તસ્કરને એલસીબીની ટુકડીએ ઝડપી લીધો છે, જ્યારે એક બાઈકની ચોરી કરનાર તસ્કરને પણ અટકાયતમાં લઈ લીધો છે.

 જામનગર શહેરમાં મોબાઇલ ફોન તેમજ વાહનોની ચોરી કરનારા તસ્કરોને શોધવા માટે એલસીબીની ટીમ કવાયત કરી રહી હતી, જે દરમિયાન જામનગરના એસટી ડેપો રોડ પરથી કિશન જયેશભાઈ ગુજરાતી નામના એક શખ્સને ઝડપી લીધો હતો.

 જે ખોડીયાર કોલોની વિસ્તારમાં રહે છે, અને તેણે જી.જે.10 ડી.એફ. 2010 નંબરનું બાઈક સીટી એ.ડિવિઝન પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી ચોરી કર્યું હતું. જે ચોરાઉ બાઈક સાથે એલસીબીની ટીમ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે.

 આ ઉપરાંત જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાંથી અજય જયંતીલાલ રાઠોડ નામના એક શખ્સને ઝડપી લીધો હતો, અને તેની પાસેથી ત્રણ નંગ મોબાઈલ ફોન કબજે કર્યા હતા. જે મોબાઈલ ફોન શાકમાર્કેટમાં ગિરદીનો લાભ લઈને તેમજ એસ.ટી. ડેપોમાંથી ભીડનો લાભ લઈને મુસાફરના ખિસ્સામાંથી ચોરી કરી લીધા હોવાની કબુલાત આપી છે.



Google NewsGoogle News