જામનગર : કાલાવડના મકાજી મેઘપર ગામમાં એલસીબીનો દારૂ અંગે દરોડો

Updated: Jan 24th, 2024


Google NewsGoogle News
જામનગર : કાલાવડના મકાજી મેઘપર ગામમાં એલસીબીનો દારૂ અંગે દરોડો 1 - image

image : Freepik

- વાડીમાં સંતાડેલો 39 નંગ ઈંગ્લીશ દારૂની બાટલીનો જથ્થો પકડાયો: જ્યારે આરોપી ફરાર

જામનગર,તા.24 જાન્યુઆરી 2024,બુધવાર

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મકાજી મેઘપર ગામમાં આવેલી એક વાડીમાં ગઈરાત્રે એલસીબીની ટીમે દરોડો પાડી 39 નંગ ઈંગ્લીશ દારૂની બાટલીનો જથ્થો પકડી પાડ્યો છે, અને વાડી માલીક ભાગી છૂટ્યો હોવાથી તેને ફરાર જાહેર કર્યો છે.

 આ દરોડાની વિગત એવી છે કે જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી, કે કાલાવડ તાલુકાના મકાજી મેઘપર ગામમાં રહેતા સંજય સિંહ જયવંતસિંહ સરવૈયા નામના શખ્સ દ્વારા પોતાની વાડીમાં ઈંગ્લીશ દારૂની બાટલીનો જથ્થો ઉતાર્યો છે, તેવી બાતમીના આધારે ગઈકાલે એલસીબી ની ટીમે દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન વાડીમાંથી 39 નંગ ઈંગ્લીશ દારૂની બાટલીનો જથ્થો મળી આવ્યો હતો.

 જે દારૂ એલસીબીની ટીમે કબ્જે કર્યો છે, અને કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં સુપ્રત કરી દીધો છે. ઉપરાંત આરોપી સંજયસિંહ સરવૈયા ભાગી છુટ્યો હોવાથી તેને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.


Google NewsGoogle News