જામનગર શહેર, ધ્રોળ અને પડધરીમાંથી સાત ચોરીઓને અંજામ આપનાર કચ્છનો શખ્સ એલસીબીના હાથે પકડાયો: 1 લાખની રોકડ કબજે

Updated: Apr 11th, 2024


Google NewsGoogle News
જામનગર શહેર, ધ્રોળ અને પડધરીમાંથી સાત ચોરીઓને અંજામ આપનાર કચ્છનો શખ્સ એલસીબીના હાથે પકડાયો: 1 લાખની રોકડ કબજે 1 - image

image : Freepik

Crime News Jamnagar : જામનગર શહેર ધ્રોલ અને પડધરીમાંથી એકીસાથે સાત જેટલી ચોરીઓને અંજામ આપનાર કચ્છના એક શખ્સને જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમેં ઝડપી લીધો છે, અને તેની પાસેથી રૂપિયા એક લાખની રોકડ રકમ કબજે કરી છે. 

જામનગરની લોકલ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી, કે જામનગર સહિતના અનેક સ્થળોએ રાત્રિના સમયગાળા દરમિયાન બંધ દુકાનો, ફર્નિચરના શોરૂમ, ફાસ્ટ ફૂડની દુકાનો વગેરેના શટર ઉંચકાવી તેમજ મકાનોના બારીના કાચ તોડી ચોરીને અંજામ આપનાર જામનગરમાં ઘુસ્યો છે, તેવી બાતમીના આધારે સમર્પણ પાસે વોચ ગોઠવી હતી.

 જે વોચ દરમિયાન મૂળ આદિપુર કચ્છનો વતની ભાણાભાઈ ઉર્ફે ભાવેશ હીરાભાઈ ભટ્ટી મોડી રાત્રે ચોરી કરવાના ઈરાદાથી આવતાં સમર્પણ સર્કલ પાસેથી તેને ઝડપી લેવાયો હતો. પોલીસ દ્વારા તેની પૂછપરછ અને ઝડતી કરતાં તેના કબજા માંથી 1,07,600 ની રોકડ રકમ મળી આવી હતી. જે રકમ ચોરી અને છળકપટથી મેળવેલી હોવાનું તેણે કબૂલ્યું હતું.

 પોલીસને પૂછપરછ દરમિયાન તેણે જામનગર શહેર, ધ્રોલ અને પડધરીમાં સાત જેટલી ચોરીઓને અંજામ આપી ચૂક્યો હોવાની કબુલાત આપી છે. જે દિશામાં પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. પોતે  અગાઉ આદિપુર કચ્છમાં ચોરીના ગુનામાં પકડાઈ ચૂક્યો છે.


Google NewsGoogle News