જામનગરના હાપા વિસ્તારમાંથી સ્કૂટરમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરી રહેલો શખ્સ એલસીબીના હાથે ઝડપાયો

Updated: Mar 27th, 2024


Google NewsGoogle News
જામનગરના હાપા વિસ્તારમાંથી સ્કૂટરમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરી રહેલો શખ્સ એલસીબીના હાથે ઝડપાયો 1 - image

જામનગર,તા.27 માર્ચ 2024,બુધવાર

જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ દ્વારા હાપા રોડ પર પેટ્રોલિંગ હાથ ધરી સ્કૂટરમાં દારૂની હેરાફેરી કરી રહેલા એક શખ્સને ઝડપી લીધો છે, અને તેની પાસેથી સ્કૂટર તેમજ દારૂ વગેરે કબજે કરવામાં આવ્યા છે.

 આ દરોડાની વિગત એવી છે કે જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા જામનગર રાજકોટ ધોરી માર્ગ પર હાપા વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું હતું. જે દરમિયાન હાપા રેલવે સ્ટેશન પાસે રહેતો સોહીલ સુલતાનભાઇ ખીરા નામનો શખ્સ પોતાના સ્કૂટરમાં શંકાસ્પદ હાલતમાં પસાર થતાં, તેને અટકાવીને તલાસી લીધી હતી. જે તલાસી દરમિયાન તેના કબજામાંથી 30 નંગ ઈંગ્લીશ દારૂની બોટલનો જથ્થો મળી આવ્યો હતો.

 જેથી એલસીબીની ટીમે રૂપિયા 12,000 ની કિંમતનો દારૂ તેમજ સ્કૂટર સહિત કુલ રૂપિયા 52,000 ની માલમતા કબજે કરી છે, અને આરોપી સોહિલ ખીરાની અટકાયત કરી લઇ પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં સુપ્રત કરી દેવાયો છે.


Google NewsGoogle News