જામનગરના ધાડ-લૂંટના 26 વર્ષ પહેલાના ગુનાનો 26 વર્ષથી નાસ્તો ફરતો આરોપી એલસીબીના હાથે પકડાયો

Updated: Aug 12th, 2024


Google NewsGoogle News
જામનગરના ધાડ-લૂંટના 26 વર્ષ પહેલાના ગુનાનો 26 વર્ષથી નાસ્તો ફરતો આરોપી એલસીબીના હાથે પકડાયો 1 - image

image : Freepik

Jamnagar Crime News : જામનગર જિલ્લાના ખંભાળીયા ધોરી માર્ગ પર એક પેટ્રોલ પંપમાં આજથી 26 વર્ષ પહેલાં લુંટ ચલાવવા અંગેના ગુનામાં નાસ્તા ફરતા રહેલા એક આરોપીને એલસીબીની ટીમે ઝડપી લીધો છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે.

આ કાર્યવાહી અંગેની વિગતો એવી છે કે જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર સિક્કા પાટીયા નજીક આવેલા નાગાર્જુન પેટ્રોલ પંપમાં સને 1999ની સાલમાં લૂંટનો ગુનો નોંધાયો હતો અને કેટલાક લુટારુંઓએ રૂપિયા 85,000ની લૂંટ ચલાવી હતી. તે અંગે જામનગરના પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં લુટ ધાડ અંગેનો ગુનો નોંધવામાં આવ્યો હતો.

જે ગુનામાં છેલ્લા 26 વર્ષથી નાસતા ફરતા રહેલા આરોપી મૂળ મધ્યપ્રદેશના વતની કાળીયા ભાઈ ઉર્ફે કાળુભાઇ વાસકેલા કે જે હાલ જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાં આવ્યો છે, તેવી ચોક્કસ બાતમી જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળી હતી. તેથી એલસીબી ની ટુકડીએ ઉપરોક્ત વિસ્તારમાં વોચ ગોઠવી આરોપી કળિયાભાઈ વાઘલાને ઝડપી લીધો છે અને પંચકોથી બી. ડિવિઝન પોલીસમાં સુપ્રત કરી દીધો છે. જેની વધુ પૂછપરછ ચલાવાઈ રહી છે.


Google NewsGoogle News