Get The App

જામનગર : ધ્રોળ નજીક ખાનગી કંપનીમાં બે શ્રમિકો વચ્ચે પૈસાની લેતી દેતીના મામલે છરી વડે હુમલો

Updated: Jul 11th, 2024


Google NewsGoogle News
જામનગર : ધ્રોળ નજીક ખાનગી કંપનીમાં બે શ્રમિકો વચ્ચે પૈસાની લેતી દેતીના મામલે છરી વડે હુમલો 1 - image

image : Freepik

Crime News Jamnagar : જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના સણોસરા ગામ પાસે આવેલી એક ખાનગી કંપનીમાં કામ કરી રહેલા બે શ્રમિકો વચ્ચે પૈસાની લેતી દેતીના મામલે ઝઘડયા હતા, અને બે હજાર રૂપિયાની ઉઘરાણીના પ્રશ્ન એક શ્રમિક યુવાન પર છરી વડે હુમલો કરાયો છે.

 આ બનાવની વિગત એવી છે કે મૂળ રાજસ્થાનના વતની અને હાલ ધ્રોળ તાલુકાના સણોસરા ગામમાં આવેલી ફીઓટેક્સ કંપનીમાં રહીને મજૂરી કામ કરતા મુકેશકુમાર વિક્રમસિંહ રાજપૂત નામના 28 વર્ષના યુવાને પોતાના ઉપર છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે પોતાની સાથે જ કામ કરતાં ગંગાસિંગ રાજપુત સામે ફરિયાદ નોંધાવી છે.

 પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુવાને થોડા સમય પહેલાં આરોપી પાસેથી બે હજાર રૂપિયા હાથ ઉછીના લીધા હતા, જેની ઉઘરાણીના પ્રશ્ને આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે. જે મામલે ધ્રોળ પોલીસ વધુ તપાસ ચલાવે છે.


Google NewsGoogle News