જામનગર : કાલાવડનો યુવાન 20 ચપલા દારૂ સાથે ઝડપાયો, સપ્લાયર જામનગરના શખ્સની શોધખોળ

Updated: Aug 14th, 2024


Google NewsGoogle News
જામનગર : કાલાવડનો યુવાન 20 ચપલા દારૂ સાથે ઝડપાયો, સપ્લાયર જામનગરના શખ્સની શોધખોળ 1 - image


Jamnagar Liquor Crime : જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાંથી પોલીસે 20 ચપલા દારૂના જથ્થા સાથે નીકળેલા એક શખ્સને પકડી પાડ્યો હતો. જેની પૂછપરછમાં જામનગરના શખ્સનું નામ ખુલતા પોલીસે તપાસનો દૌર લંબાવ્યો છે.

પ્રાપ્ત વિગત અનુસાર કાલાવડ તાલુકાના બાંગા ગામથી બેરાજા ગામ તરફ જતા રસ્તે આવેલ રામાપીરના મંદિર નજીકથી નરેન્દ્રભાઈ ઉર્ફે નરેશ પાલાભાઈ પરમાર નામનો મોટી ભલસાણ ગામનો 28 વર્ષીય શખ્સ શંકાસ્પદ હાલતમાં પસાર થયો હતો. જેને અટકાવી પોલીસે તલાસી હાથ ધરતા તેના કબજામાંથી 4000 રૂપિયાની કિંમતના 20 દારૂના ચપલા મળી આવ્યા હતા. જેથી પોલીસે નરેન્દ્રભાઈની સઘન પુછપરછ હાથ ધરતા દારૂના આ પ્રકરણમાં પ્રકાશભાઈ કાનાભાઈ પરમાર નામના જામનગરના હર્ષદ મિલની ચાલીમાં રહેતા શખ્સની સંડોવણી ખોલી હતી જેના પરિણામે પોલીસે તેને ફરાર જાહેર કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


Google NewsGoogle News