જામનગર : મોરકંડા ગામના વી.સી.ઇ.ને ખેડૂત પાસેથી દાખલો કઢાવવાની લાંચ લેતાં જામનગર એ.સી.બી.એ રંગે હાથ ઝડપ્યો

Updated: May 17th, 2024


Google NewsGoogle News
જામનગર : મોરકંડા ગામના વી.સી.ઇ.ને ખેડૂત પાસેથી દાખલો કઢાવવાની લાંચ લેતાં જામનગર એ.સી.બી.એ રંગે હાથ ઝડપ્યો 1 - image


Jamnagar ACB Crime : જામનગર તાલુકાના મોરકંડા ગામમાં ખેડૂતોને પોતાના 7-12 અને હક પત્રક સહિતના દાખલાઓ કાઢવા માટે 150 ની લાંચ લેવા અંગે વીસીઇને જામનગરની એસીબી શાખાએ રંગે હાથ ઝડપી લીધો છે, અને તેની સામે લાંચ-રુશ્વત ધારા ભંગ બદલ કેસ કરવામાં આવ્યો છે.

 જામનગર જિલ્લાના જામનગર તાલુકાના મોરકંડા ગામના વી.સી.ઇ. નવીનચંદ્ર માધવજીભાઈ નકુમ (કોમ્પ્યુટર ઓપરેટર) કે જે ના દ્વારા ખાતેદાર ખેડૂતોને 7-12 ના ઉતારા, હક પત્રક સહિતના દાખલા કોમ્પ્યુટર મારફતે કાઢવા માટેનું કામ ગ્રામ પંચાયત દ્વારા નિમણૂક કરીને સોપાયું છે. જે કર્મચારી દ્વારા પ્રત્યેક ખેડૂતોને દાખલા કઢાવવા માટે વધારાની રકમની માંગણી કરવામાં આવે છે, તેવી ફરિયાદ જામનગર એ.સી.બી. શાખાને મળી હતી.

 જેના અનુસંધાને આજે મોરકંડા ગામમાં એસીબી દ્વારા લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. જે દરમિયાન વીસીઇ (કોમ્પ્યુટર ઓપરેટર) નવીનચંદ્ર નકુમ કે જે એક ખેડૂત પાસેથી દાખલાની વધારાની 150 ની રકમ લાંચ સ્વરૂપે સ્વીકારવા જતાં એસીબીની ટુકડીએ તેને રંગે હાથ ઝડપી લીધો છે.

 ખાતેદાર ખેડૂત દ્વારા જામનગર એ.સી.બી.નો સંપર્ક સાધવામાં આવ્યો હતો, જેના અનુસંધાને ખેડૂતને પાવડરવાળી 150 રૂપિયાની વધુ નોટો અપાઇ હતી, જે નોટ સ્વીકારતાં વીસીઇને ઝડપી લેવાયા છે. જેને એ.સી.બી. કચેરીએ લઈ ગયા પછી તેની સામે લાંચ રૂશ્વત ધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવી રહ્યો છે.



Google NewsGoogle News