જામનગર : જોડીયામાં લિઝ ધારક દ્વારા સામાજિક કાર્યકર સામે મોબાઈલ ફોનમાં લીઝના ફોટા પાડી ધાકધમકી આપ્યાની વળતી ફરિયાદ

Updated: May 23rd, 2024


Google NewsGoogle News
જામનગર : જોડીયામાં લિઝ ધારક દ્વારા સામાજિક કાર્યકર સામે મોબાઈલ ફોનમાં લીઝના ફોટા પાડી ધાકધમકી આપ્યાની વળતી ફરિયાદ 1 - image

Jamnagar News : જામનગર જિલ્લાના જોડીયામાં લીઝની જગ્યામાં ખનીજ ચોરીના ફોટા પાડી રહેલા એક યુવાનને માર મારી તેનો મોબાઈલ ફોન તોડી નાખ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવ્યા પછી લીક ધારક દ્વારા સામાજિક કાર્યકર સામે લિઝના ફોટા પાડી ધાક ધમકી આપી હોવાની વળતી ફરિયાદ નોંધાવવામાં આવી છે.

 જામનગર નજીક ધ્રોળ તાલુકાના માવાપર ગામમાં રહેતા ગોકળભાઈ વહાણભાઈ વરુ નામના સામાજિક કાર્યકર યુવાને તાજેતરમાં જોડીયા પંથકમાં આવેલી નદીમાંથી ખનીજ ચોરી કરવા અંગેના ફોટા-વિડિયો પાડી ફલાઇંગ સ્ક્વોર્ડને આપ્યા હતા. જે સામાજિક કાર્યકર પર હુમલો કરાયાની તાજેતરમાં જોડીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ હતી.

 ત્યારબાદ ગઈકાલે એક લીઝ ધારક મંછાભાઈ મેઘાભાઈ ઝાપડાએ સામાજિક કાર્યકર ગોકળભાઈ વરુ સામે પોતાની લીઝના ફોટા પાડ્યા પછી લીઝ બંધ કરાવવાનું કહી ધાક ધમકી આપ્યાની વળતી ફરિયાદ જોડિયા પોલીસ પથકમાં નોંધાવવામાં આવી છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.


Google NewsGoogle News