Get The App

જામનગર જિલ્લાના હોમગાર્ડઝ જવાનોએ 'આતંકવાદ વિરોધી દિવસ' નિમિતે આતંકવાદી પ્રવૃત્તિઓ સામે લડવા અંગેના શપથ લીધા

Updated: May 21st, 2024


Google NewsGoogle News
જામનગર જિલ્લાના હોમગાર્ડઝ જવાનોએ 'આતંકવાદ વિરોધી દિવસ' નિમિતે આતંકવાદી પ્રવૃત્તિઓ સામે લડવા અંગેના શપથ લીધા 1 - image


આજે એન્ટી ટેરેરિઝમ દિવસ નિમિત્તે જામનગર જિલ્લાના હોમગાર્ડઝ જવાનોએ સરકારના આદેશ અને વડી કચેરીની સુચના અને માર્ગદર્શન મુજબ જિલ્લા કમાન્ડન્ટ ગીરીશ સરવૈયાના હસ્તે આતંકવાદ અને વિઘટનકારી શક્તિઓ સામે નિડરતાપૂર્વક લડવા અંગેના શપથ ગ્રહણ કર્યા હતા.

આ પ્રસંગે જિલ્લા કચેરીના વહીવટી સ્ટાફ અને સીનીયર પ્લાટુન કમાન્ડર વીજયસિંહ વાળા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. 

જિલ્લા કમાન્ડન્ટ ગીરીશ સરવૈયાએ આ પ્રસંગે હોમગાર્ડઝ સભ્યોને સંબોધતા કહ્યું કે, "આતંકવાદ આજના વિશ્વમાં એક મોટો ખતરો છે અને તેનો સામનો કરવા માટે સૌએ મળીને પ્રયાસ કરવાની જરૂર છે. હોમગાર્ડઝ રાજ્યની સુરક્ષામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને આતંકવાદ વિરોધી કામગીરીમાં તેમનું યોગદાન ખૂબ જ મહત્વપૂર્ણ છે.

તેમણે વધુમાં કહ્યું કે, "હોમગાર્ડઝ સભ્યોએ હંમેશા સજાગ રહેવું જોઈએ અને કોઈપણ આતંકવાદી ગતિવિધિની જાણ થતાં તાત્કાલિક તેની જાણ પોલીસને કરવી જોઈએ. તેમણે હોમગાર્ડઝ સભ્યોને શિસ્ત અને કાયદાનું પાલન કરવાનો પણ આગ્રહ કર્યો હતી. આ કાર્યક્રમ દરમિયાન હોમગાર્ડઝ સભ્યોએ આતંકવાદ વિરોધી પરેડનું પણ આયોજન કર્યું હતું.


Google NewsGoogle News