જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દિવાળીની રાત્રે ફટાકડાથી દાઝીને ત્રણ વ્યક્તિ દાખલ થઈ
Image: Facebook
જામનગર શહેર અને આસપાસના વિસ્તારના નાગરિકોએ દિવાળીની રાતે ફટાકડા ફોડીને દિવાળીનું પર્વ મનાવ્યું હતું. જેમાં એક બાળક સહિત ત્રણ વ્યક્તિ દાઝી ગઈ હોવાથી સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
જામનગરમાં જલાનીજાર વિસ્તારમાં રહેતો ૧૩ વર્ષનો બાળક, કે જેના ઉપર સળગતો ફટાકડો પડતાં દાજી ગયો હોવાથી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
ઠેબા ગામના ૨૩ વર્ષના યુવાન પર ફટાકડો પડવાથી ગાલના ભાગે દાજી ગયો છે, અને તેને પણ દાખલ કરવામાં આવ્યો છે. ઉપરાંત દરેડ નો ૪૫ વર્ષનો યુવાન પોતાના પુત્રને ફટાકડા ફોડાવી રહ્યો હતો, જે દરમિયાન પોતે દાજી ગયો હોવાથી તેને પણ સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયો છે.