Get The App

જામનગરની યુવતીનું શરદીની દવાના બદલે જંતુનાશક દવા પી લેતાં વીપરિત અસરના કારણે મૃત્યુ

Updated: Jul 5th, 2024


Google NewsGoogle News
જામનગરની યુવતીનું શરદીની દવાના બદલે જંતુનાશક દવા પી લેતાં વીપરિત અસરના કારણે મૃત્યુ 1 - image


Jamnagar News : જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના સોયલમાં એક યુવતીએ પોતાની શરદીની દવાને બદલે જંતુનાશક દવા પી લેતાં વિપરીત અસર થયા પછી તેણીનું મૃત્યુ  નિપજ્યું છે.

 આ બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના સમાણામાં રહેતી મુસ્કાનબેન અબ્બાસભાઈ નામની 18 વર્ષની મુસ્લિમ યુવતી, કે જેને શરદી ઉધરસ હોવાથી તેની દવા લીધી હતી. જે દવાની બાજુમાં રાખેલી કપાસમાં છાંટવાની દવા પી લેતાં તેને વિપરીત અસર થઈ હતી, અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરાયું હતું.

 આ બનાવ અંગે મૃતક યુવતીના પિતા અબ્બાસભાઈ સીદીકભાઈએ પોલીસને જાણ કરતાં ધ્રોલ પોલીસે મૃતદેહનો કબજો સંભાળી આ બનાવ બાબતે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News