જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં શ્વાનના આટા ફેરાને લઈને સુપ્રીટેન્ડન્ટ દ્વારા તપાસના આદેશ
G G Hospital Jamnagar : જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં શ્વાનના આંટાફેરા અને માંસના ટુકડા લઈને જતાં શ્વાનના વિડીયો વાયરલ થયા પછી જી.જી. હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ દ્વારા તપાસના આદેશ કરાયા છે, અને કસૂરવાર સામે તાત્કાલિક પગલાં ભરાશે, તેવી જાહેરાત કરવામાં આવી છે.
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાંથી શ્વાન દ્વારા માંસના ટુકડા લઈને ફરતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો, જેના હોસ્પિટલના વર્તુળમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.
જીજી હોસ્પિટલના સુપ્રી. ડો.દીપક તીવારી સમક્ષ આ મામલો પહોંચ્યો હોવાથી તેઓએ તાત્કાલિક અસરથી તપાસના આદેશો કર્યા છે, અને આ પ્રકરણમાં જે કોઈપણ કસુરવાર જણાશે, અથવા તો તેઓની બેદરકારી સામે આવશે, તેઓ સામે તાત્કાલિક અસરથી પગલાં ભરવામાં આવશે, તેવી જાહેરાત કરવામાં આવી છે.