જામનગર : જોડીયાના ટીંબડી ગામમાંથી જાહેરમાં જુગાર રમી રહેલા ચાર જુગારીઓ પકડાયા

Updated: Feb 12th, 2024


Google NewsGoogle News
જામનગર : જોડીયાના ટીંબડી ગામમાંથી જાહેરમાં જુગાર રમી રહેલા ચાર જુગારીઓ પકડાયા 1 - image

જામનગર,તા.12 ફેબ્રુઆરી 2024,સોમવાર

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ટીંબડી ગામમાં પોલીસે જુગાર અંગે દરોડો પાડ્યો હતો, અને ચાર પત્તાપ્રેમીઓની અટકાયત કરી લીધી છે.

 જામનગર જિલ્લાના જોડીયા તાલુકા ટીંબડી ગામમાં બાવળની ઝાડીમાં સંતાઈને કેટલાક શખ્સો ગંજીપાના વડે જુગાર રમી રહ્યા છે, તેવી બાતમીના આધારે જોડિયા પોલીસે દરોડો પાડયો હતો, અને ત્યાંથી ગંજીપાનાનો જુગાર રમી રહેલા હરપાલસિંહ રાજભા ઝાલા, બાબુભાઈ ટપુભાઈ જિલરીયા, રણજીતસિંહ મહોબતસિંહ જાડેજા, તેમજ વિરેન્દ્રસિંહ ગંભીરસિંહ જાડેજાની  અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 4,760 ની રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે.


Google NewsGoogle News