જામનગરના બર્ધન ચોક વિસ્તારમાં એસ્ટેટ શાખાનો ફરી સપાટો : રેકડી-પથારાવાળાઓઓનો 2 ટ્રેકટર ભરી માલ સામાન જપ્ત
Jamnagar Corporation : જામનગરમાં દરબારગઢ થી માંડવી ટાવર સુધીના માર્ગ પર અસંખ્ય રેકડી-પથરાવાળાઓ અડિંગો જમાવીને પડ્યા રહે છે, જેના કારણે સીટી બસ વગેરે નીકળવામાં ભારે તકલીફ થતી હોવાથી કમિશનર દ્વારા ગઈકાલે ફરીથી એસ્ટેટ શાખાની ટુકડીને દોડતી કરાવાઇ હતી. જેથી પથારાવાળાઓમાં ભારે નાશ ભાગ મચી ગઈ હતી.
દરબારગઢ સર્કલથી બર્ધન ચોક અને માંડવી ટાવર સુધીમાં રોડની બંને તરફ પડ્યા પાથર્યા રહેતા પથારાવાળાઓને ખસેડવામાં આવ્યા હતા. એસ્ટેટ શાખાની ટુકડીએ કુલ 15 જેટલા રેકડી પથારા વાળાઓનો બે ટ્રેક્ટર જેટલો માલ સામાન જપ્ત કરી લીધો હતો, અને જામનગર મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવી દેવાયો છે.
આ કાર્યવાહીથી દરબારગઢ સર્કલ થી માંડવી ટાવર સુધીનો રસ્તો ખુલ્લો જોવા મળ્યો હતો, અને સિટી બસ પણ આરામથી પસાર થઈ શકી હતી. આ ઝુંબેશ અવિરત ચાલુ રાખવામાં આવી છે.