જામનગર જિલ્લામાં નવા વર્ષના પ્રારંભે જ ઠંડીનો ચમકારો અનુભવાયો
image : Social media
- એક જ દિવસમાં લઘુત્તમ તાપમાન ૪ ડીગ્રી નીચે ગગડતાં વાતાવરણમાં ટાઢોળું છવાયું
જામનગર,તા.1 જાન્યુઆરી 2024,સોમવાર
જામનગર શહેર જિલ્લામાં નવા વર્ષના પ્રારંભથી ઠંડીનો ચમકારો વધ્યો છે. એક જ દિવસમાં લઘુત્તમ તાપમાનનો પારો એકાએક 4 ડીગ્રી નીચે ઉતરી જતાં કાતિલ ઠંડીનો ધ્રુજારો અનુભવાયો હતો. અને મહત્તમ તાપમાન પણ 1.5 ડીગ્રી ઘટતાં રાત્રિના ભાગે બેઠો ઠાર અનુભવાયો હતો.
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં નવા વર્ષના પ્રારંભે જ લઘુત્તમ તાપમાનનો પારો એકાએક ગગડતાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો લતો. જામનગર શહેરમાં આજે સવારે આઠ વાગ્યે પૂરા થતાં 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન 13.0 ડીગ્રી, જ્યારે મહત્તમ તાપમાન 26.5 ડીગ્રી સેન્ટી ગ્રેડ નોંધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ 82 ટકા અને પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના 4.6 કિ.મી. મુજબ નોંધાઇ છે.