જામનગર જિલ્લા ભાજપ દ્વારા દેશના ત્રણ રાજ્યોમાં ભાજપને મળેલા પ્રચંડ સમર્થનના વિજય ઉત્સવની ઉજવણી કરાઈ

Updated: Dec 3rd, 2023


Google NewsGoogle News
જામનગર જિલ્લા ભાજપ દ્વારા દેશના ત્રણ રાજ્યોમાં ભાજપને મળેલા પ્રચંડ સમર્થનના વિજય ઉત્સવની ઉજવણી કરાઈ 1 - image


જામનગર, તા. 3 ડિસેમ્બર 2023 રવિવાર

ભારતના ચાર રાજ્યોની ચૂંટણીનું આજે પરિણામ જાહેર કરાયું હતું, જેમાં મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપને પ્રચંડ સમર્થન મળ્યું છે, જ્યારે તેલંગાણા રાજ્યમાં પણ ભાજપની ખૂબ જ સારી સ્થિતિ રહી છે, ત્યારે ભાજપ માટે લોકો દ્વારા અપાયેલું જન સમર્થન અને વડાપ્રધાન મોદીની ગેરંટી ને ભાજપનો જ્વલંત વિજય ગણાવીને આજે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભાજપના કાર્યકરો દ્વારા આપવામાં આવ્યો હતો.

જામનગર જિલ્લા ભાજપ દ્વારા દેશના ત્રણ રાજ્યોમાં ભાજપને મળેલા પ્રચંડ સમર્થનના વિજય ઉત્સવની ઉજવણી કરાઈ 2 - image

જામનગર જિલ્લા ભાજપના પ્રમુખ રમેશ મૂંગરા તેમજ જિલ્લા ભાજપના અન્ય હોદ્દેદારો- કાર્યકરો વગેરે બહોળી સંખ્યામાં એકત્ર થઈને એકબીજાના મીઠાં મોઢા કરાવીને, સાથે સાથે ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી.


Google NewsGoogle News