ખંભાળિયા થી ધોરીવાવ આવેલા કર્મકાંડી યુવાનનો શિક્ષામાં ભૂલાયેલો થેલો કમાન્ડ કંટ્રોલરૂમની ટીમેં શોધી અપાવ્યો
Jamnagar News : જામખંભાળિયા થી ધોરીવાવ આશ્રમમાં સંસ્કૃત પાઠશાળામાં કર્મકાંડ માટે આવેલા એક યુવાનનો થેલો રિક્ષામાં ભુલાયો હતો, જે થેલો જામનગરના પોલીસ વિભાગના કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમની ટીમેં જુદા જુદા સીસીટીવી કેમેરાઓની મદદથી રીક્ષા ચાલકને શોધી કાઢી પરત અપાવ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયામાં રહેતો પવન વિજયભાઈ રાજ્યગુરુ નામનો યુવાન કે જે ધોરીવાવ વિસ્તારમાં આવેલી આણદાબાવા સંસ્થાની સંસ્કૃતિ પાઠશાળામાં કર્મકાંડ માટે આવ્યો હતો. જે પોતાનું કામ પૂર્ણ કરીને દરેડ થી જામનગર બસ સ્ટેન્ડમાં આવવા માટે એક ઓટો રીક્ષામાં બેઠો હતો.
જે ઓટો રીક્ષામાં પોતાનો કપડાં સહિતના સામાનનો થેલો ભુલાઈ ગયો હતો. જે થેલો શોધવા માટે પવન રાજ્યગુરુએ જામનગરના પોલીસ વિભાગના કમાન્ડ કંટ્રોલ રૂમનો સંપર્ક સાધ્યો હતો. જેથી કમાન્ડ કંટ્રોલરૂમની પોલીસ ટીમેં જુદા જુદા વિસ્તારના સીસીટીવી કેમેરાના ફુટેજ નીહાળી રીક્ષાને શોધી કાઢી હતી, અને તે રીક્ષામાં ભુલાયેલો થેલો પરત મેળવી લઈ, પવન રાજ્યગુરુને સુપ્રત કર્યો હતો. જેથી તેણે સમગ્ર પોલીસ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.