જામનગર શહેર ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા અને મહિલા કોર્પોરેટર દ્વારા વડાપ્રધાનને રાખડી તેમજ શુભેચ્છા સંદેશા મોકલાવાયા

Updated: Aug 7th, 2024


Google NewsGoogle News
જામનગર શહેર ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા અને મહિલા કોર્પોરેટર દ્વારા વડાપ્રધાનને રાખડી તેમજ શુભેચ્છા સંદેશા મોકલાવાયા 1 - image


Jamnagar BJP : જામનગર શહેર ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાના બહેનો તેમજ ભારતીય જનતા પાર્ટીના મહિલા કોર્પોરેટરો વગેરે દ્વારા પ્રતિ વર્ષ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રક્ષાબંધનના પર્વને લઈને રાખડી તેમજ શુભેચ્છા સંદેશાઓ મોકલવામાં આવે છે.

 જેને અનુલક્ષીને ગઈકાલે શહેર ભાજપ કાર્યાલયમાં ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના હોદ્દેદારો તેમજ શહેર ભાજપના મહિલા કોર્પોરેટરો દ્વારા રાખડી તેમજ શુભેચ્છા સંદેશાઓ તૈયાર કરવામાં આવ્યા હતા, અને દિલ્હી ખાતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પાઠવવામાં આવ્યા છે.


Google NewsGoogle News