જામનગર શહેર અને જામજોધપુર તેમજ લાલપુરમાં છુટાછવાયા વરસાદી ઝાપટા વરસ્યા

Updated: Aug 13th, 2024


Google NewsGoogle News
જામનગર શહેર અને જામજોધપુર તેમજ લાલપુરમાં છુટાછવાયા વરસાદી ઝાપટા વરસ્યા 1 - image


Jamnagar Rain Update : જામનગર શહેર ઉપરાંત જામજોધપુર અને લાલપુરમાં બે દિવસથી છૂટાછવાયા ઝાપટાં વરસી રહ્યા છે. જામનગર શહેરમાં ગઈકાલે શ્રાવણ માસના બીજા સોમવારે સમગ્ર દિવસ દરમિયાન છુટાછવાયા વરસાદી ઝાપટા વરસી રહ્યા હતા. ક્યારેક ક્યારેક સૂર્ય દેવતાના પણ દર્શન થઈ રહ્યા હતા. પરંતુ મોટાભાગે વાદળ છાયું વાતાવરણ રહ્યું હતું.

 તે પરિસ્થિતિ આજે પણ રહી છે અને આજે પણ વહેલી સવારથી છુટાછવાયા વરસાદી ઝાપટાં વરસી રહ્યા છે અને સતત વરસાદી માહોલ બંધાયેલો છે.

 આ ઉપરાંત જામજોધપુરમાં પણ ગઈકાલે છૂટી છવાઈ મેઘસવારી ચાલુ રહી હતી. જામજોધપુર તાલુકાના જામવાડી ગામમાં અડધો ઇંચ વરસાદ પડી ગયો હતો. તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ અડધો ઇંચ પાણી પડ્યું હોવાના અહેવાલો મળી રહ્યા છે. જામજોધપુર ટાઉનમાં ગઈકાલે ચાર મી.મી. વરસાદ નોંધાયો હતો. જયારે લાલપુર ટાઉન અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ આજે વરસાદી ઝાપટાં વરસી રહ્યા છે.


Google NewsGoogle News