જામનગર નજીક મોટી ખાવડીમાં આવેલી એક હોટલના સંચાલક સામે જિલ્લા કલેકટરના જાહેરનામાના ભંગ અંગે ગુનો નોંધાયો

Updated: Dec 10th, 2023


Google NewsGoogle News
જામનગર નજીક મોટી ખાવડીમાં આવેલી એક હોટલના સંચાલક સામે જિલ્લા કલેકટરના જાહેરનામાના ભંગ અંગે ગુનો નોંધાયો 1 - image


- ગત એપ્રિલ માસથી પથિક સોફ્ટવેર માં પોતાની હોટલમાં ઉતરનાર વ્યક્તિની એન્ટ્રી નહીં કરી જાહેરનામાનો ઉલ્લંઘન કર્યો હતો

જામનગર, તા. 10 ડિસેમ્બર 2023, રવિવાર

જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં આવેલી એક હોટલના સંચાલક સામે એસ.ઓ.જી. ની ટીમે જિલ્લા કલેકટરના જાહેરનામાના ભંગ બદલ ગુનો દાખલ કરાવ્યો છે. હોટલ સંચાલક દ્વારા છેલ્લા એપ્રિલ માસથી પથિક સોફ્ટવેર માં એન્ટ્રી નહીં કરાવી જિલ્લા કલેકટરના જાહેરનામાના સરેઆમ ભંગ કર્યો હોવાથી તેની સામે આ કાર્યવાહી કરવામાં આવી છે.

જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર મોટી ખાવડી નજીક આવેલી ક્રિષ્નમ હોટલ કે જેના સંચાલક દ્વારા તારીખ 1.4.2023થી ડિસેમ્બર સુધીના સમયગાળા દરમિયાન પોતાની હોટલમાં ઉતરનારા નાગરિકો સંબંધી માહિતી પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી કરવાની હોય છે, જે અંગેની કોઈ પણ પ્રકારની એન્ટ્રી કરી ન હતી, અને જિલ્લા કલેકટર ના જાહેરનામાનો સરેઆમ ભંગ કર્યો હતો. 

જામનગરની એસ.ઓ.જી. શાખા ની ટીમ દ્વારા ઉપરોક્ત હોટલ સંબંધિત માહિતીની ચકાસણી કરવામાં આવતાં તે અંગેની ક્ષતિ સામે આવી હતી. જેથી એસ.ઓ.જી. ની ટિમ દ્વારા હોટલના સંચાલક મેઘપર ગામમાં રહેતા મેહુલસિંહ વનરાજસિંહ જાડેજા સામે જિલ્લા કલેકટરના જાહેરનામાના ભંગ અંગે ની કલમ હેઠળ મેઘપર પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરાવ્યો છે.

આ કાર્યવાહીને લઈને કેટલીક હોટલના સંચાલકો, કે જેઓ પથિક સોફ્ટવેરમાં પોતાની હોટલ સંબંધી માહિતી ની એન્ટ્રી કરાવતા નથી, તેવા હોટલ સંચાલકોમાં ફફડાટ મચી ગયો છે.


Google NewsGoogle News