જામનગર : જોડિયાના રસનાળ ગામમાં પત્નીને મૃત્યુના મુખમાં ધકેલી દેનાર પતિ સામે ગુનો નોંધાયો
- શ્રમિક યુવતીએ પોતાના પતિના ત્રાસથી કંટાળી જઇ ઝેરી દવા પી લઇ આત્મહત્યાનું પગલું ભર્યું હતું
જામનગર,તા.01 માર્ચ 2024,શુક્રવાર
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના રસનાળ ગામમાં રહેતી એક શ્રમિક યુવતીએ પોતાના પતિના ત્રાસથી કંટાળી જઇ ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લીધી હતી. જેને ત્રાસ ગુજારી મૃત્યુના મુખમાં ધકેલી દેનાર પતિ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
આ બનાવની વિગત એવી છે કે મૂળ મોરબી પંથકના કોયલી ગામના વતની અને હાલ જોડિયા તાલુકાના રસનાળ ગામમાં રહેતા અજમોભનીયો ભાઈ જખાણીયાના ત્રાસથી કંટાળી જઇ ગત 23-2-2024 ના દિવસે તેની પત્ની રખુબેન ઉર્ફે જશુબેને પતિના ત્રાસથી તંગ આવી જઇ ઝેરી દવા પી લીધી હતી, અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું.
જશુબેનને મૃત્યુના મુખમાં ધકેલી દેવા અંગે જસુબેન ના પિતા જીલુભાઈ બાબુભાઈ દેવીપુજક જોડિયા પોલીસ મથમાં તેણીના પતિ અજમો ભનીયોભાઈ જખાણીયા સામે ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના અનુસંધાને પોલીસે આઈપીસી કલમ 306 મુજબ ગુન્હો નોંધ્યો છે, અને આરોપી પતિની અટકાયત કરી લીધી છે.