RTO કચેરી, ટ્રાફિક પોલીસ, ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ તથા રોટરી ક્લબ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે રિફ્લેકટર લગાવવાના કેમ્પનું કરાયું આયોજન

Updated: Oct 7th, 2023


Google NewsGoogle News
RTO કચેરી, ટ્રાફિક પોલીસ, ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ તથા રોટરી ક્લબ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે રિફ્લેકટર લગાવવાના કેમ્પનું કરાયું આયોજન 1 - image

જામનગર,તા.7 ઓક્ટોબર 2023,શનિવાર

નવરાત્રી દરમિયાન કચ્છમાં માતાના મઢ દર્શનાર્થે જતા પદયાત્રીઓની સુરક્ષાને ધ્યાને લઈ આર.ટી.ઓ.કચેરી જામનગર, ટ્રાફિક પોલીસ જામનગર, ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ જામનગર અને રોટરી ક્લબ ઓફ છોટી કાશી દ્વારા ચાલીને જતા શ્રદ્ધાળુઓ માટે અકસ્માતથી બચવા જામનગરના ખીજડીયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેકટર ટેપ લગાવવાના કેમ્પનું વિશેષ આયોજન હાથ ધરાયું છે.

RTO કચેરી, ટ્રાફિક પોલીસ, ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ તથા રોટરી ક્લબ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે રિફ્લેકટર લગાવવાના કેમ્પનું કરાયું આયોજન 2 - image

 આ કેમ્પમાં માતાના મઢ ચાલીને જઈ રહેલા શ્રદ્ધાળુઓને તેઓની સલામતી વિશે સમજાવી તેમની સાથે રહેલ બેગ, લાકડી તથા તેમના શર્ટની પાછળ રેડિયમ પટ્ટી લગાવી રાત્રે થતા અકસ્માતો નિવારવાનું ભગીરથ કાર્ય હાથ ધરાયું છે. તેમજ આ કામગીરી સતત એક અઠવાડિયા સુધી ચાલુ રહેશે તેમ આર.ટી.ઓ.ઇન્સ્પેક્ટર જે.જે.ચુડાસમા દ્વારા જણાવાયું છે. 

આ કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ છોટી કાશીના પ્રમુખ અશોક દોમડીયા તથા સેક્રેટરી કેવલ મોમાયા, આર.ટી.ઓ.જામનગર કે.કે.ઉપાધ્યાય, જામનગર જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના ડો.મેહુલ ખાખરીયા, પોલીસ ઇન્સ્પેક્ટર જી.જે.ગામીત, ટ્રાફિક ઇન્સ્પેક્ટર રામ કંડોરીયા, છેલ્લા 27 વર્ષથી માતાના મઢ સુધી સંઘ લઈને જતા પ્રવિણસિંહ જાડેજા, બળવંતસિંહ જાડેજા ખીમરાણા તેમજ સંબંધિત કચેરીના અન્ય સ્ટાફગણ ઉપસ્થિત રહેલ તેમજ સમગ્ર કેમ્પનું આયોજન, સંકલન તથા વ્યવસ્થા જાળવવાનું કામ આર.ટી.ઓ.ઇન્સ્પેક્ટર જે.જે.ચુડાસમા દ્વારા હાથ ધરાયું હતું.


Google NewsGoogle News