જામનગરમાં ખોજા નાકા વિસ્તારમાં રહેતા બ્રાસપાર્ટના વેપારી અને તેના માતા-પિતા પર તલવાર-છરી અને પાઇપ પડે હુમલો

Updated: Sep 8th, 2024


Google NewsGoogle News
જામનગરમાં ખોજા નાકા વિસ્તારમાં રહેતા બ્રાસપાર્ટના વેપારી અને તેના માતા-પિતા પર તલવાર-છરી અને પાઇપ પડે હુમલો 1 - image


Image Source: Freepik

જામનગરમાં ખોજા નાકા બહાર રહેતા એક બ્રાસપાટના કારખાનેદાર વેપારી અને તેના માતા-પિતા ઉપર પાડોશમાંજ રહેતા તેઓના કુટુંબી એવા પિતા-પુત્ર એ સોલાર ફીટ કરવાના મામલે તકરાર કર્યા પછી છરી તલવાર અને લોખન્ડના પાઇપ વડે હુમલો કરી ઈજા પહોંચાડ્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે. જેમાં ત્રણેય ઇજાગ્રસ્તોને જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઇ છે. આ હુમલાના બનાવની વિગત એવી છે કે જામનગરમાં ખોજા નાકા પાસે વહેવારીયા મદરેસા નજીક રહેતા અને બ્રાસપાર્ટનું કારખાનું ધરાવતા અબ્દુલ રજાક દોદાણીએ પોતાના રહેણાક મકાનમાં સોલાર ફીટ કરાવવાના મામલે તકરાર કરી તલવાર છરી અને લોખંડના પાઈપ વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે પાડોશ માંજ રહેતા પોતાના કુટુંબી રિયાઝ અલ્તાફભાઈ દોદાણી અને તેના પિતા અલ્તાફભાઈ દોદાણી સામે ફરિયાદ નોંધાવી છે.

જે હુમલામાં ફરિયાદી વેપારી અને તેના માતા-પિતા ત્રણેયને ઇજા થઈ હોવાથી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. જેમાં ફરિયાદી મકસુદભાઈને ફેક્ચર સહિતની ઈજા થઈ છે, ઉપરાંત તેના પિતાને માથામાં ઇજા થઇ હોવાથી ટાંકા લેવા પડ્યા છે, અને માતાને હાથમાં છરીના ઘા વાગ્યા હોવાથી કાપા પડી ગયા છે.

આ હુમલાના બનાવનું કારણ એવું છે કે ફરીયાદિ પોતાના મકાનની આગાસી પર સોલાર ફીટ કરાવતા હતા, અને કોમન ચાલીમાંથી વાયરીંગનું કામ કરતા હતા. જેનો પાડોશીઓએ વાંધો ઉઠાવ્યો હતો, અને આ સહીયારી ચાલ છે, તેમ જણાવી તકરાર કરીને આ હુમલો કરી દીધો હતો. જે સમગ્ર મામલે સીટી એ. ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.


Google NewsGoogle News